અમૂલે ભાવ વધારતા રામદેવે લોન્ચ કર્યું આ મિલ્ક, એટલો ખર્ચો બચી જશે કે JIOનું રિચાર્જ થઈ જાય
એક અઠવાડિયા પહેલા જ અમુલ અને મદર ડેરીએ દુધનાં ભાવમાં 2-2 રૂપિયાનો લીટરે ભાવ વધાર્યો કર્યો છે. હવે યોગગુરૂ બાબા રામદેવે આ બે કંપનીઓને માત આપવા માટે સોમવારે પંતજલિનું ટોન્ડ મિલ્ક બજાર લોન્ચ કરી નાખ્યું છે. ખાસ વાત એ છે કે પંતજલિનું દુધ અમુલ અને મદર ડેરી કરતા 4 રૂપિયા સસ્તુ વેચવામાં આવશે. બાબએ એવો પણ દાવો કર્યો છે કે અમારૂ આ દુધ સૌથી સારી ગુણવતાવાળુ હશે.
આ ટોન્ડ દુધ સિવાય પતંજલિએ દહીં, માખણ, છાસ અને પનીર પણ લોન્ચ કર્યું છે. બાબાએ જણાવ્યું કે હાલનાં સમયમાં આ બધી વસ્તુઓ દિલ્હી, હરિદ્વાર, જયપુર, મહારાષ્ટ્રનાં અમુક રાજ્યમાં જ મળશે. પતંજલિ દુધનો ભાવ 40 રૂપિયે પ્રતિ લીટર રાખવામાં આવ્યો છે. પતંજલિનું ટોન્ડ દુધ 500 એમએલ અને એક લીટરના પેકેટમાં ઉપલબ્ધ રહેશે.
આગળ વાત કરતા બાબાએ જણાવ્યું કે દહીંનુ પેકેટ પણ પાંચ રૂપિયા સસ્તુ રાખવામાં આવશે. તો વળી બાબા એવું પણ કહે છે કે માખણનું પેકેટ 4 રૂપિયા મોંઘુ આવશે કારણ કે તેમાં ગાયનું ચોખ્ખુ માખણ હશે. આમ, અમુલ અને મદર ડેરીને માત આપવા માટે બાબા હવે બજારમાં કુદી પડ્યાં છે. બાબાએ કહ્યું એમ હાલ તો માત્ર અમુક સીટીમાં જ આ પ્રકારની પતંજલિની વસ્તુ મળશે.
બાબાએ આગળ મોદી વિશે વાત કરતા જણાવ્યુનં કે PM મોદીને પ્રચંડ જીત મળી છે એ માટે 23 મેના દિવસને આપણે લોક કલ્યાણ દિવસ તરીકે ઉજવવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમૂલે ભાવ વધારતા રામદેવે લોન્ચ કર્યું આ મિલ્ક, એટલો ખર્ચો બચી જશે કે JIOનું રિચાર્જ થઈ જાય appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/after-price-hike-by-amul-mother-dairy-baba-ramdev-launches-patanjali-cow-milk-at-lower-price/
via Best Gujarati News

0 Comments