એનડીએ સરકારની ધમાકેદાર વાપસી પછી PM મોદી મધ્યમવર્ગને આપશે આ રિટર્ન ગિફ્ટ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એક વખત ફરી એનડીએ સરકારની ધમાકેદાર વાપસી થઇ છે. આ નવી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ જુલાઇમાં રજૂ થવાની આશા છે. આ બજેટમાં મોદી સરકાર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખતા ઘણી બધી મોટી જાહેરાતો કરી શકે છે. તેમાં સૌથી મોટી ભેટ ટેક્સમાં છૂટ મળવાની જાહેરાત છે.
અત્યાર સુધી શું હતું:
ઉલ્લેખનિય છે કે લોકસભા ચુંટણીથી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરતા તત્કાલીન નાણામંત્રી પીયૂષ ગોયલે 5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા નોકરી કરનારાઓને ટેક્સ છૂટ આપી હતી. પણ સ્લેબમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
જેથી હવે આ આશા રખાઇ રહી છે કે ફાઇનલ બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સની છૂટને યથાવત રાખી શકાય છે. તે ઉપરાંત ફાઇનલ બજેટમાં મધ્યમ વર્ગ માટે ઇન્કમ ટેક્સ સ્લેબમાં પરિવર્તન કરી શકાય છે. આ સાથે જ ઇન્કમ ટેક્સ રોકાણમાં છૂટની મર્યાદો 1.50 લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. આ સિવાય કેટલાય દાયકાઓથી ચાલી આવેલ ઇન્કમ ટેક્સ કાયદામાં ફેરફાર કરી શકાય છે. જો આ ફેરફારો થાય છે તો દેશના કરોડો કરદાતાઓને ફાયદો થશે.
ઉલ્લેખનિય છે કે આ અગાઉ માત્ર 2.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો ટેક્સ સ્લેબથી બહાર હતા. ત્યાંજ 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધી વર્ષિક કમાણી કરનારા લોકો 5 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એનડીએ સરકારની ધમાકેદાર વાપસી પછી PM મોદી મધ્યમવર્ગને આપશે આ રિટર્ન ગિફ્ટ! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/new-modi-government-nda-budget-2019-income-tax-rs-5-lakh-per-annum-tax-rules-taxpayer/
via Best Gujarati News
0 Comments