IPLમાં બુકીએ આપી 1 ટિપ્સ અને કરી કરોડો રૂપિયાની કમાણી, આંકડો જાણી આંખો થઇ જશે પહોળી
પોલીસની તમામ કોશિષ છતાંય ક્રિકેટમાં સટ્ટાનો કાળો ધંધો રોકવાનું નામ લેતું નથી. આઇપીએલમાં સટ્ટોડિયાઓ દરેક મેચના ભાવ પર સટ્ટો રમ્યા, પરંતુ દુબઇમાં બેઠેલા એક બુકીએ એકલાએ ટિપ્સ આપીને 65 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી.
એક મીડિયાને મળેલી માહિતી પ્રમાણે ગઇ 23મી માર્ચના રોજ આઇપીએલ શરૂ થઇ હતી. તેના મતે પહેલાં આખી દુનિયામાં બેઠેલા પંટરોએ ટિપ્સ માટે ટેલિગ્રામ એપથી તેમનો સંપર્ક કર્યો. તેમણે બધાને 65-65 હજાર રૂપિયાના હિસાબથી તેમણે જણાવેલા એકાઉન્ટસમાં રકમ જમા કરાવાનું કહ્યું. આખી દુનિયામાં તેમના અંદાજે દસ હજાર પંટર છે. 26મી માર્ચના રોજ તેમણે કહ્યું કે આઇપીએલની ફાઇનલ ત્રણ ટીમોમાંથી એક ટીમ જીતશે – સન રાઇઝર્સ, મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ. આ ટિપ્સનો મતલબ હતો, તેના હિસાબથી ટુર્નામેન્ટમાં પૈસા લગાવો.
માત્ર ટિપ્સ દ્વારા જ આ બુકીએ 65 કરોડ રૂપિયાનો નફો કર્યો. બાદમાં આ રકમમાંથી 10 કરોડ રૂપિયા તેણે બીજા એક બુકીના મારફતે પોતે પણ એક ખાસ ટીમની જીત પર ભાવ લગાવ્યો. સૂત્રોનું કહેવું છે કે આ બુકીએ આવતા પખવાડિયે શરૂ થનાર વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ટિપ્સના પોતાના રેટ જાહેર કરી દીધા છે. જા પંટરોએ તેને આઇપીએલમાં 65 કરોડ રૂપિયા આપ્યા હતા, તેમની પાસેથી હવે તે 40 હજાર રૂપિયા લેશે, પરંતુ નવા પંટરો માટે ભાવ 65 હજાર રૂપિયા પણ રહેશે.
આ બુકી જૂનના પ્રથમ સપ્તાહમાં વર્લ્ડ કપમાં અંતિમ ચારમાં પહોંચનાર ટીમોની ટિપ્સ રજૂ કરશે. સૂત્રોનું કહેવું છે કે આ બુકીની પાકિસ્તાનના વિવાદાસ્પદ એમ્પાયર અસદ રઉફની સાથે પણ સારી દોસ્તી રહી છે. થોડાંક વર્ષ પહેલાં જ્યારે આઇપીએલ સ્પોટ ફિક્સિંગની દેશની અલગ-અલગ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી હતી, ત્યારે અસદ રઉફ વોન્ટેડ હતો.
બીજીબાજુ ક્રિકેટ સટ્ટેબાજીની વિરૂદ્ધ પોલીસે જે ઓપરેશન કર્યા છે, તેમાં 4 મોટા સટ્ટોડિયાઓ દુબઇમાં હોવાની વાત સામે આવી છે. તેની વિરૂદ્ધ લુક આઉટ નોટિસ રજૂ કરાઇ રહી છે. પોલીસ તપાસમાં એ પણ વાત સામે આવી છે કે કેટલાંય મોટો બુકી કસીનોના લાઇસન્સ પર દેશભરમાં સટ્ટો રમી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPLમાં બુકીએ આપી 1 ટિપ્સ અને કરી કરોડો રૂપિયાની કમાણી, આંકડો જાણી આંખો થઇ જશે પહોળી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/ipl-cricket-bookie-make-65-crore-rupees-on-one-tips/
via Best Gujarati News
0 Comments