પીએમ મોદીને લાગે છે ફક્ત એક વ્યક્તિ દેશ ચલાવી શકે છે : રાહુલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પીએમ મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું કે પીએમ મોદી વિચારે છે કે ફક્ત એક વ્યક્તિ દેશ ચલાવી શકે છે પરંતુ હકીકતમાં લોકો આ દેશને ચલાવે છે. પંજાબના બરગારીમાં રેલીને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે પીએમ મોદી દેશના ૨ કરોડ લોકોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડયા છે.
રાહુલે પીએમને પડકાર આપતા કહયું કે તેઓ આ મુદ્દે મારી સાથે ચર્ચ કરી દેખાડે. ભાજપ સરકારની નોટબંધી અને જીએસટીની ટીકા કરતા રાહુલે કહ્યું કે મોદીના આ નિર્ણયને કારણે દેશની અર્થવ્યવસ્થાને ચોપાટ કરી નાખી છે અને લાખો લોકોને નોકરી છોડી દેવાનો વારો આવ્યો હતો. મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મજાક ઉડાવતા હતા પરંતુ આજે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ આખો દેશ તેમની મજાક ઉડાવી રહ્યો છે. લોકો તેમણે લીધેલા નોટબંધી અને જીએસટીના નિર્ણય માટે કોસી રહ્યા છે.
ધર્મગ્રંથનું અપમાન કરનારને સજા થશે
રાહુલે 2015 ની એક ઘટનાનો ઉલ્લેખ કરીને ધાર્મક ગ્રંથનું અપમાન કરનાર લોકોને સજા અપાવવાની વાત કરી હતી. રાહુલે કહ્યું કે હું એ ઘટનાને પણ યાદ કરી રહ્યો હતો જ્યારે ધર્મગ્રંથનું અપમાન થયું હતું. તે વખતે હું અહીં આવ્યો હતો. હું વાયદો કરૂ છું કે જેમણે પણ ખોટું કામ કર્યું છે તેમને સજા અપાશે. પીએમ મોદી પર જોરદાર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે પીએમ મોદી વિચારે છે કે ફક્ત એક વ્યક્તિ દેશ ચલાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પીએમ મોદીને લાગે છે ફક્ત એક વ્યક્તિ દેશ ચલાવી શકે છે : રાહુલ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-seems-to-be-the-only-one-person-to-run-the-country-rahul/
via Best Gujarati News
0 Comments