ICC વર્લ્ડ કપ 2019ની આતુરતાપુર્વર રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડિયા 22મેના રોજ ઈંગ્લેન્ડ જવા માટે રવાના થશે. તે અગાઉ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. વિરાટે કહ્યું કે, વર્લ્ડ કપમાં પરિસ્થિતિઓ નહીં, પણ દબાણ પર કાબૂ મેળવવો મહત્વપુર્ણ છે. સાથે કોહલીએ કહ્યું કે, ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું છે. અમારા તમામ બોલર્સ એકદમ ફ્રેશ છે. વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઈ સુધી રમાશે.

કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા પોતાની ક્ષમતાથી રમશે તો કપ પરત આવી શકે છે. આ માટે મજબૂત પ્રતિસ્પર્ધા છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ 2015ની તુલનામાં આ વખતે વધારે મજબૂત છે. તો ધોની અંગે શાસ્ત્રીએ કહ્યું કે, ધોનીથી સારું કોઈ નથી, ખાસ કરીને તે ગમે ત્યારે ખેલને બદલી શકે છે. ટીમના તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં છે. જે દબાણમાં સારું રમશે તે વર્લ્ડ કપ જીતશે અને ટીમ ઈન્ડિયા સંતુલિત છે, તેમ શાસ્ત્રીએ કહ્યું હતું.

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે કરશે. ટીમ 25 અને 28મેના રોજ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વિરુધ્ધ પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ ઈન્ડિયા પ્રથમ વખત વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ રમશે.

વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની(વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ICC વર્લ્ડ કપઃ ઈંગ્લેન્ડ જતાં પહેલાં કેપ્ટન કોહલીનો હુંકાર, કહ્યું – ત્રીજી વખત બનીશું વર્લ્ડ ચેમ્પિયન appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/icc-world-cup-2019-virat-kohli-address-the-media-before-leaving-for-england/
via Best Gujarati News

0 Comments