ઢગલો મેચો જીતી, ફાઈનલમાંયે પહોંચી પણ ક્યારેય વર્લ્ડકપ નથી જીતી શકી આ ટીમ
આ વખતનાં વર્લ્ડ કપના હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. ત્યારે ઘણી ટીમો તો ઈંગ્લેન્ડ જવા માટે પણ રવાના થઈ ગઈ છે. પહેલી મેચ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે છે. જે બંન્ને ટીમોને સારી ટીમ માનવામાં આવી રહી છે. ત્યારે એક ટીમ એવી પણ છે કે જે ઘણી વખત જીતની ખુબ નજીક પહોંચી છે. વાત છે ન્યુઝીલેન્ડની. કે જેણે વર્લ્ડ કપમાં ભારત કરતા વધારે મેચ જીત્યાં છે. પરંતુ એવોર્ડ સુધી પહોંચવામાં તો અસફળ જ રહી.
જો વાત કરીએ ઓલઓવર તો વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ 62 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે. તેણે જ સૌથી વધુ એવોર્ડ પણ જીત્યા છે. 1987માં પેહલી વખત કપ જીતનાર ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે. ભારતે વર્લ્ડ કપમાં 46 મેચ જીતી છે. તેમજ બે વખત ચેમ્પિયન બન્યું છે. તો વળી વેસ્ટ ઈન્ડિઝે 41 મેચો જીતીને બે કપ પોતાને નામે કર્યા છે.
જો વધારે મેચ જીતવાની વાત આવે તો ન્યુઝીલેન્ડ બીજા નંબર પર આવે છે. તે ટીમે અત્યાર સુધીમાં 79માંથી 48 મેચો જીતી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દર વખતે આ ટીમ ફાઈનલ કે સેમીફાઈનલ સુધી પહોંચીને અટકી જાય છે. પાછળનાં વર્લ્ડ કપમાં પણ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઢગલો મેચો જીતી, ફાઈનલમાંયે પહોંચી પણ ક્યારેય વર્લ્ડકપ નથી જીતી શકી આ ટીમ appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-cricket-world-cup-2019-new-zealand-has-won-more-matches-than-india/
via Best Gujarati News
0 Comments