2019નાં વર્લ્ડ કપમાં ભાગ લેનાર 10 ટીમોનું એલાન થઈ ચૂક્યું છે. તેમજ મોટા મોટા ક્રિકેટરો અને જાણકારો તર્ક લગાવી રહ્યાં છે કે આ વખતે કઈ ટીમ જીતશે. એમાં ભારતનું નામ વધારે લેવામાં આવે છે. તો વળી ભારતની સૌથી સક્રિય ક્રિકેટર મિતાલી રાજે પણ ટ્વિટ કરીને ભારતની ટીમને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, 1983 અને 2011 આપણા માટે ગૌરવપુર્ણ સમય હતો. આ વખતે પણ એનાથી કઈ અગલ નહીં હોય.


36 વર્ષની મિતાલી રાજ ભારતની એક માત્ર એવી ખેલાડી છે જેનું આતંરરાષ્ટ્રીય કરિયર વર્ષ 2000 પહેલા શરૂ થઈ ગયું હોય. છતાં પણ અત્યારે ભારતની ટીમનો પ્રમુખ હિસ્સો છે. આમ તો હરભજન સિંહનું આતંરરાષ્ટ્રીય કરિયર 1998થી શરૂ થયું છે પરંતુ તે ત્રણ વર્ષથી ભારતની ટીમથી દુર છે. મિતાલી રાજ ભારતીય વન-ડે ટીમની કેપ્ટન છે અને તેમને બેટિંગ બાબતે કેટલા રેકોર્ડ પોતાને નામે કર્યા છે.

મિતાલીએ સોમવારે રાતે ટ્વિટ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. ભારતને જોશ અને જુસ્સો ચઢે એવો મેસેજ પણ લખ્યો છે. મિતાલીએ લખ્યું છે કે, 1983 અને 2011 આપણા માટે ગૌરવપુર્ણ સમય હતો. આ વખતે પણ એનાથી કઈ અગલ નહીં હોય. હું દેશના દરેક ક્રિકેટ પ્રેમીઓ તરફથી વિરાટ કોહલી અને પૂરી ટીમને હું શુભકામનાઓ આપું છું. વિરાટ કોહલીની આગેવાની હેઠળ રમનારી ભારતની ટીમ જલ્દી જ ઈંગ્લેન્ડ જવા માટે રવાના થશે. 5 જૂને ભારતની પહેલી મેચ છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતનો પહેલો મેચ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post 1983 અને 2011ની જેમ 2019માં પણ ટીમ ઈન્ડિયા કરશે કમાલ! મહિલા ખેલાડીએ કરી આગાહી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-2019-mithali-raj-wishes-team-india-compare-to-1983-and-2011/
via Best Gujarati News

0 Comments