આ વર્લ્ડ કપમાં ક્રિકેટરો વચ્ચે બોલ અને બેટની રમત શરૂ થાય એ પહેલા બોલાચાલીની રમત શરૂ થઈ ગઈ છે. ક્રિકેટની આ રમતમાં હાથ-પગ સાથે સાથે મગજની પણ જરૂર પડે છે. કારણ કે ક્યારેક ખેલાડી માનસિક દબાવ લાવીને પણ સામેની ટીમને નુકશાન પહોંચાડી શકતો હોય છે.

5 જુને દક્ષિણ આફ્રિકા સામે ભારતનો મેચ છે. ત્યારે ભારતને એક ખેલાડીએ ચેતવણી આપી છે. જેનું નામ છે લુંગી એનગિડી અને પોતે બોલર છે. એણે એવું કહ્યું કે, હું ભારતની ટીમ સામે હારનો બદલો લેવા માટે તૈયાર છું. એના પરથી લાગે છે કે લુંગી હજુ ભારતે આપેલી હારનો બદલો નથી ભૂલ્યો.

થયું હતું એવું કે ગયા વર્ષે ભારતે દક્ષિણ આફ્રિકાને 5-1થી હરાવ્યું હતું. જો કે ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં મોટા મોટા ખેલાડીઓ જેવા કે એબી ડિવિલિઅર્સ, ફાક ડુપ્લેસીસ ટીમમાં સામેલ નહોતા. આ વાતને યાદ કરતા 23 વર્ષનો લુંગી કહે છે કે, જ્યારે ગયા વર્ષે ભારત અમારી સામે રમવા આવ્યું ત્યારે અમારા મોટા ખેલાડીઓ ટીમમાં સામેલ નહોતા. પરંતુ અત્યારે અમારા બધા ખેલાડી ટીમમાં સામેલ છે અને અમે ભારત સામે બદલો લેવા માટે તૈયાર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતે એવી હાર આપી હતી કે આ ખેલાડીને હજું ઘા નથી રુઝાયા, બદલો લેવા માટે તૈયાર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-2019-cricketer-lungi-ngidi-wants-revenge-from-team-india/
via Best Gujarati News

0 Comments