વર્લ્ડ કપમાં આ પાંચ ખેલાડીથી ભારતની ટીમને રહેવું પડશે સાવચેત, બનશે માથાનો દુખાવો
30મેંના રોજ શરૂ થનાર વર્લ્ડ કપ રમાવા માટે ભારતની ટીમ બુધવારે રવાના થશે. જો કે આ વખતે જીતવું એટલું સહેલું પણ નથી. છતાં ટીમ મળીને જીતવાનો પ્રયત્ન કરશે. આમ તો ઈંગ્લેન્ડની પીચ એકદમ ફ્લેટ છે છતા ચાર બોલરો એવા છે કે જે ગમે ત્યારે બોલને સ્પીન કરી શકે છે. માટે ભારતને એ વાતનું ધ્યાન રાખવું પડશે નહીંતર ટીમ ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ઈંગ્લેન્ડમાં પહેલા 10 ઓવરની વાત કરીએ તો બોલને સૌથી વધુ સ્પીન કરનાર ખેલાડી છે ટિમ સાઉદી. ન્યુઝીલેન્ડનો આ ખેલાડી ઈંગ્લેન્ડમાં ડાબા હાથે 1.2 ડિગ્રીએ બોલને સ્પીન કરાવી શકે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને શેખર ધવનને પરેશાન કરવા માટે આટલી સ્પીન બોલિંગ પૂરતી છે. આ ખેલાડીએ 16 વન-ડેમાં 25 વિકેટ લીધી છે.
બીજી વાત કરીએ તો ન્યુઝીલેન્ડનો ખેલાડી ટ્રેન્ટ બોલ્ટ. કે જે જમણા હાથે બોલિંગ કરે છે. એ પણ ભારત માટે પરેશાનીનું કારણ બની શકે છે. સાઉદી પછી બીજા નંબર પર બોલ સ્પીન કરાવામાં નામ છે આ ખેલાડીનું. તે બોલને 1.06 ડિગ્રીએ સ્પીન કરાવી શકે છે. તેમણે ઈંગ્લેન્ડમાં 10 વન-ડે મેચોમાં 17 વિકેટ લીધી છે.
મિચેલ સ્ટાર્ક અને ડેવિડ વિલી: પહેલી 10 ઓવરમાં સૌથી વધુ સ્પીન કરનાર ખેલાડીમાં ઓસ્ટ્રેલિયાના આ બે ખેલાડીઔ પણ સામેલ છે કે જેનો સામનો ભારતે કરવો પડશે. આ બે ખેલાડીઓ 1.02 ડિગ્રીએ સ્પીન કરાવે છે. સ્ટાર્કે 14 મેચોમાં 21 વિકેટ અને વિલી 28 મેચોમાં 40 વિકેટ લઈ ચૂક્યો છે.
જેસન હોલ્ડર: ઈંગ્લેન્ડમાં 11થી 40 ઓવર વચ્ચે વધારે સ્પીન કરવામાં વેસ્ટ-ઈંડીઝનું નામ મોખરે છે. ટીમનાં કેપ્ટન જેસન સ્પીન બોલિંગ ફેંકે છે. તે ઈંગ્લેન્ડમાં 1.34 ડિગ્રીએ સ્પીન કરાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપમાં આ પાંચ ખેલાડીથી ભારતની ટીમને રહેવું પડશે સાવચેત, બનશે માથાનો દુખાવો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/this-5-swing-bowlers-can-trouble-team-india-in-world-cup/
via Best Gujarati News
0 Comments