30મેંના રોજ વર્લ્ડ કપ શરૂ થવાનો છે એવામાં ક્રિકેટરો તેમજ આમ જનતામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વળી ટાઈમ ટેબલ પણ આવી ચૂક્યું છે. પહેલી મેચ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ભારતની ટીમ દક્ષિણ આફ્રિકા સામે 5 જુને પહેલી મેચ રમશે. તો વળી વિરાટ કોહલી માટે એક સારા સમાચાર પણ છે. જે રેકોર્ડ 106 કેપ્ટન નથી તોડી શક્યાં એ રેકોર્ડ તોડવાનો મોકો કોહલીને મળવાનો છે.

અત્યાર સુધીમાં 107 કેપ્ટન વર્લ્ડ કપ રમી ચૂક્યાં છે. પરંતુ સૌરવ ગાંગુલીના નામે એક મોટો રેકોર્ડ છે. જે હજુ સુધી કોઈ તોડી નથી શક્યું. તેમણે એક જ મેચમાં 3 સદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે જ્યારે આ રેકોર્ડ બનાવ્યો ત્યારે તે કેપ્ટન તરીકે રમતો હતો.

એવામાં હવે ચર્ચા વિરાટ કોહલીની છે. કારણ કે કોહલી હાલનાં દિવસોમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તો સૌ કોઈની આશા છે કે આ રેકોર્ડ કોહલી તોડે. પરંતુ કોહલી માટે પણ ઓછા પડકાર નથી. પરંતુ હાલ તો સૌરવ ગાંગુલીનો આ રેકોર્ડ તોડવા માટે હવે ક્યો ખેલાડી કમાલ કરશે એ ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપમાં ગાંગુલીનો આ રેકોર્ડ તોડવામાં 106 કેપ્ટનને છુટી ગયો પરસેવો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/107-captains-not-break-ganguly-this-record-3-100s-in-a-world-cup-series/
via Best Gujarati News

0 Comments