ICC World Cup 19: કોચ રવિ શાસ્ત્રી પહોંચ્યા સાંઈના શરણમાં, બિઝનેસમેને મફતમાં આપ્યું હેલિકોપ્ટર
આઈસીસી વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા મંગળવારે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થશે. તે અગાઉ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. બાદમાં કોચ રવિ શાસ્ત્રી અને ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર શિરડી સાંઈ બાબાના ધામમાં પહોંચ્યા હતા. અને વર્લ્ડ કપ મિશન માટે આશીર્વાદ મેળવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના ફિલ્ડીંગ કોચ આર. શ્રીધરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મંદિર દર્શન અને હેલિકોપ્ટરની પોસ્ટ શેર કરી હતી. રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયાએ બંનેને શિરડી જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી આપી હતી. આ માટે તેઓએ ગૌતમ સિંઘાનિયાનો આભાર માન્યો હતો.
A big shout of thanks to @SinghaniaGautam for helping us seek the blessings of Shirdi Saibaba prior to our departure for the @cricketworldcup 2019. Baba's blessings to all ☘️
pic.twitter.com/GaQP9RYwEu
— R SRIDHAR (@coach_rsridhar) May 21, 2019
વર્લ્ડ કપ પર રવાના થતાં પહેલાં ટીમ માટે એક સારા સમાચાર છે. ઓલરાઉન્ડર ખેલાડી કેદાર જાધવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી દીધો છે. અને તે ટીમની સાથે વર્લ્ડ કપ માટે એકદમ ફીટ છે. કેદાર આઈપીએલમાં રમતાં ઈજાગ્રસ્ત થયો હતો.
ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે કરશે. ટીમ 25 અને 28મેના રોજ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વિરુધ્ધ પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ ઈન્ડિયા પ્રથમ વખત વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ રમશે.
વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા(વાઈસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની(વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ICC World Cup 19: કોચ રવિ શાસ્ત્રી પહોંચ્યા સાંઈના શરણમાં, બિઝનેસમેને મફતમાં આપ્યું હેલિકોપ્ટર appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-world-cup-19team-india-coach-ravi-shastri-took-blessings-of-shirdi-sai-baba/
via Best Gujarati News
0 Comments