00 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ અને એશિયાઈ ગેમ્સમાં 2 સિલ્વર મેડલ જીતનાર મહિલા એથ્લિટ અને સમલૈગિંક સંબંધોનો સ્વીકાર કરનાર દુતી ચંદે પોતાની બહેન પર ગંભીર આરોપ લગાવ્યા છે. દુતીએ પોતાની બહેન પર બ્લેકમેલ કરવાનો અને પૈસા માગવાનો આરોપ લગાવ્યો છે.

દુતી ચંદે કહ્યું કે, મારી બહેન મને બ્લેકમેલ કરી રહી છે. તેણે મારી પાસેથી 25 લાખ રૂપિયાની માગ કરી છે, તેણે એક વખત મને માર પણ માર્યો છે, તે અંગે મે પોલીસ ફરિયાદ પણ કરી છે. તે મને બ્લેકમેલ કરતી હોવાથી મારે મારા રિલેશનશીપ વિશે કહેવા માટે મજબૂર કરવામાં આવી છે.

ઓડિશાના ચાકા ગાપાલપુરમાં જન્મેલી દુતીએ ગત વર્ષે એશિયાઈ ગેમ્સમાં 2 સિલ્વર મેડલ જીત્યા હતા. દુતીએ આ અગાઉ પોતાના સેક્સ સંબંધો અંગે ચોંકાવનારી વાત કહી હતી. તેઓએ રવિવારે ખુલાસો કર્યો હતો કે તે સમલૈંગિક છે. 23 વર્ષીય દુતી પહેલી એવી ભારતીય ખેલાડી છે કે જેણે સમલૈંગિક સંબંધ હોવાનો સ્વીકાર કર્યો છે.

દુતીએ ખુલાસો કર્યો હતો કે, તે ત્રણ વર્ષથી એક છોકરી સાથે સંબંધમાં છે. અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં સમલૈંગિકતા મુદ્દા પર આવેલાં સુપ્રીમ કોર્ટના નિર્ણયે તેને વિશ્વાસ અપાવ્યો કે તે ખોટી નથી.

દુતીએ કહ્યું કે, જ્યારે સુપ્રીમ કોર્ટે ધારા 377 પર નિર્ણય આપ્યો, ત્યારે અમે નિર્ણય કર્યો હતો કે હવે એક સાથે જીવન પસાર કરવામાં કોઈ પણ પ્રકારનો ખતરો નથી. અમે નિર્ણય કર્યો હતો કે, અમે લગ્ન કરીશું અને એક નાનો પરિવાર વસાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સમલૈંગિક સંબંધોનો ખુલાસો કરનાર દુતી ચંદે બહેન પર લગાવ્યા સનસનીખેજ આરોપ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/sprinter-dutee-chand-says-my-own-sister-is-black-mailing-me/
via Best Gujarati News

0 Comments