ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર અને મશહૂર કોમેન્ટેટર માઈકલ સ્લેટરને પ્લેનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હોવાના કિસ્સો સામે આવ્યો છે. સ્લેટરે બે મહિલાઓ સાથે જીભાજોડી કરતાં તેને પ્લેનમાંથી બહાર કાઢી દેવામાં આવ્યો હતો.

માઈકલ સ્લેટર રવિવારે બપોરે કંટાસ પ્લેનમાં સિડનીથી વાગ્ગા વાગ્ગા જઈ રહ્યો હતો, તે સમયે બે મહિલાઓ સાથે તેની બોલાચાલી થઈ હતી, જે તેની પાસેવાળી સીટમાં બેસેલી હતી. પ્લેનમાં બબાલ થતાં ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલાં જ સ્લેટરને પ્લેનની નીચે ઉતારી દેવાયો હતો.

ખબરો અનુસાર ઝઘડો કરી રહેલી મહિલાને ખબર ન હતી કે, તે જે વ્યક્તિ સાથે ઝઘડો કરી રહી છે તે એક દિગ્ગજ ક્રિકેટર હતો.

ફ્લાઈટમાં પ્રવાસ કરનાર લોકોએ કહ્યું કે, સ્લેટરે પોતાને બાથરૂમમાં બંધ કરતાં પહેલાં એક મહિલા પર રોષે ભરાયો હતો અને તેને ગાળો બોલી હતી. અને બાદમાં પોતાને બાથરૂમમાં બંધ કરી દીધો હતો. જો કે સ્લેટરના મેનેજમેન્ટે આ વાતને ફગાવી દીધી હતી.

આ અંગે સ્લેટરે કહ્યું કે, વાગ્ગાની ફ્લાઈટમાં મારી બે મિત્રો સાથે બબાલ થઈ હતી અને તેના કારણે થયેલી અસુવિધા બદલ હું માફી માગું છું.

ઓસ્ટ્રેલિયા માટે 1993થી 2001 વચ્ચે 74 ટેસ્ટ અને 42 વન્ડે રમનાર સ્લેટર હાઈ પ્રોફાઈલ કોમેન્ટેટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ ખેલાડીએ પ્લેનમાં મહિલા સાથે કરી ગેરવર્તણુક, થઈ આકરી કાર્યવાહી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/former-australian-cricketer-removed-from-flight-after-argument-with-women/
via Best Gujarati News

0 Comments