વર્લ્ડ કપ: ICCએ ખેલાડીઓને સતર્ક રહેવાનું જણાવ્યું , આ 7 વાતોનું રાખવું પડશે ધ્યાન
30 મેથી ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. આ વર્લ્ડ કપમાં દુનિયાની 10 સર્વશ્રેષ્ઠ ટીમો ભાગ લઇ રહી છે. આ દરમિયાન વર્લ્ડ કપ દરમિયાન આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટે ખેલાડીઓને આ 7 વાતોનું ધ્યાન રાખવાનું કહ્યું છે. આટલી મોટી ટૂર્નામેન્ટમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ના સર્જાય અને ખેલાડીઓ ક્રિકેટને ખેલભાવના અને નિયમોની અંદર રહીને રમે તે માટે આઈસીસીએ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ખેલાડીઓને સતર્ક કરી દીધા છે.
આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટે ખેલાડીઓને આ 7 વાતોનું ધ્યાન રાખવા જણાવ્યું છે. એન્ટી કરપ્શન યૂનિટ પ્રમાણે ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે, ખેલાડીઓ અજાણ્યા વ્યક્તિઓ સાથે કોઇપણ રીતે સંબંધ બનાવવા અથવા વાતચીત કરવાથી દૂર રહે. લોકો દ્વારા આપવામાં આવતી ગિફ્ટને લઇને પણ આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટે ખેલાડીઓને ચેતવ્યા છે. ખેલાડીઓને સતર્ક કરતા કહેવામાં આવ્યું છે કે, કોઈપણ એવા વ્યક્તિ અથવા સમૂહથી એવી ગિફ્ટનો સ્વીકાર ના કરવો જેની કિંમત 750 ડૉલર અથવા તેનાથી વધારે હોય.
ખેલાડીઓને ટીમની ગુપ્તતા જાણવી રાખવા કહ્યું છે અને કહ્યું છે ટીમની ગુપ્તતા જાહેર કરવાથી દૂર રહો, જે વગર કારણથી ફ્રેન્ડલી જોવા મળે. આ ઉપરાંત, કોઈપણ ઑફર્સ અને અપ્રોચ મામલે તરત જ ટીમનાં પ્રબંધક અને એસીયૂ અધિકારીને જાણ કરવા કહેવામાં આવ્યું છે. સાથે સાથે મેચ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તે ખેલાડીઓને અથવા ટીમનાં અન્ય સભ્યોને સામેલ કરતા કોઈપણ શંકાસ્પદ કાર્યવાહી અથવા ગતિવિધિને નોટિસ કરે છે તો તરત જ આઈસીસી એસીયૂનો સંપર્ક કરે.
ટૂર્નામેન્ટ દરમિયાન સરળ રીતે અલર્ટ અને અપડેટ મેળવવા માટે ફોન પર આઈસીસી ઇન્ટીગ્રિટી એપ ડાઉનલોડ કરવી અને અજાણ્યા લોકો અથવા પ્રશંસકોની સાથે ટીમની સંરચના અથવા અન્ય આંતરિક મુદ્દા વિશે ખુલાસો ના કરવો, જેવા મુદ્દાઓ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ: ICCએ ખેલાડીઓને સતર્ક રહેવાનું જણાવ્યું , આ 7 વાતોનું રાખવું પડશે ધ્યાન appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/icc-alert-cricketer-with-these-seven-things-in-world-cup/
via Best Gujarati News
0 Comments