નસીબદાર છે ભારત કે તેની પાસે આ ખતરનાક બૉલર છે, બદલી દે છે આખી મેચનો નકશો
ઇંગ્લેન્ડમાં થનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની પાસે જસપ્રિત બુમરાહનાં રૂપમાં સૌથી શાનદાર બૉલર છે. 25 વર્ષનો જસપ્રિત બુમરાહ અત્યારનાં આઈસીસી રેન્કિંગમાં દુનિયાનો નંબર-1 બૉલર છે. બુમરાહની બૉલિંગ એક્શન અને ઝડપ તેને બાકીનાં બૉલર્સથી અલગ બનાવે છે. 6 ડીસેમ્બર 1993નાં જન્મેલો જસપ્રિત બુમરાહ ભારત માટે ત્રણ ફૉર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી-20)માં રમે છે. બૉલિંગમાં બુમરાહનું સૌથી મોટું હથિયાર પરફેક્ટ યૉર્કર છે જેનાથી તે બેટ્સમેનને ચોંકાવી દે છે.
બુમરાહની બૉલિંગમાં ઝડપ અને ઉછાળ બંને જોવા મળે છે. યૉર્ક કોઈપણ બૉલરનું સૌથી મોટું પાસું હોય છે. ભારત નસીબદાર છે કે તેની પાસે જસપ્રિત બુમરાહ જેવો શાનદાર ખેલાડી છે જે યૉર્કરમાં માહેર છે.
વન ડેમાં પ્રદર્શન
જસપ્રિત બુમરાહે ભારત માટે અત્યાર સુધી 49 વન ડે મેચ રમી છે. બુમરાહે 22.15ની સરેરાશથી 85 વિકેટ ઝડપી છે. વન ડેમાં બુમરાહનું બેસ્ટ પ્રદર્શન 27 રન આપીને 5 વિકેટ છે.
વર્લ્ડ કપ
જસપ્રિત બુમરાહ પહેલીવાર વિશ્વ કપમાં ભાગ લઇ રહ્યો છે. આ પહેલા તેને ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રૉફીમાં રમવાનો અનુભવ છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રૉફીમાં બુમરાહ ભારતીય ટીમમાં સામેલ હતો.
આતંરરાષ્ટ્રીય સફર
જસપ્રિત બુમરાહે 23 ફેબ્રુઆરી 2016નાં રોજ ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ઑસ્ટ્રેલિયા સામે પોતાની પહેલી વન ડે મેચ રમી હતી. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નસીબદાર છે ભારત કે તેની પાસે આ ખતરનાક બૉલર છે, બદલી દે છે આખી મેચનો નકશો appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/know-the-detail-profile-of-jasprit-bumrah/
via Best Gujarati News
0 Comments