વિશ્વ કપ 2019માં ભારતીય ટીમ ત્રીજીવાર ચેમ્પિયન બનવાનાં સપના લઇને ઇંગ્લેન્ડ ગઈ છે. આ પહેલા ટીમ ઇન્ડિયા 2 વિશ્વ કપ જીતી ચુકી છે. 2011માં જ્યારે ભારત બીજીવાર વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું ત્યારે યુવરાજ સિંહની ભૂમિકા ઘણી મહત્વની રહી હતી. તેણે ના ફક્ત બેટથી પણ બૉલથી પણ કમાલ કર્યો હતો. પોતાના ઑલરાઉન્ડ પ્રદર્શનનાં કારણે યુવરાજ ‘મેન ઑફ ધ ટૂર્નામેન્ટ’ રહ્યો હતો.

આ વર્લ્ડ કપમાં યુવરાજે બૉલિંગમાં એવી કમાલ કરી જે ભારતીય ટીમનાં દિગ્ગજમાં દિગ્ગજ સ્પિનર્સ નહોતા કરી શક્યા. ભારતીય ટીમમાં હંમેશાથી એકથી એક ચઢિયાતા સ્પિનર આવ્યા છે, પરંતુ યુવી જેવી કમાલ કોઈ નથી કરી શક્યું. વિશ્વ કપનાં ઇતિહાસમાં યુવરાજ સિંહ જ એકમાત્ર ભારતીય સ્પિનર છે જેણે ભારત તરફથી 5 કોઈપણ મેચમાં 5 વિકેટ લીધી હોય. યુવી પહેલા અને યુવી પછી કોઈપણ ભારતીય સ્પિનર આ કમાલ નથી કરી શક્યો.

વર્ષ 2011 વિશ્વ કપની લીગ મેચમાં આયરલેન્ડ સામે યુવીએ બેંગલોરમાં તોફાની બૉલિંગ કરી હતી. ભારતે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. આયરલેન્ડની ટીમ 207 રનમાં ઑલઆઉટ થઈ ગઈ બહતી. આ મેચમાં યુવરાજ સિંહે 10 ઑવરમાં 31 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. બૉલિંગમાં યુવરાજનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતુ. યુવરાજ સિંહે પોતાની 304 વન ડેમાં 111 વિકેટ ઝડપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપમાં યુવરાજ જેવી કમાલ નથી કરી શક્યું કોઈ ભારતીય, બનાવેલો છે ખાસ રેકૉર્ડ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/when-yuvraj-singh-created-the-best-spinner-bowling-record/
via Best Gujarati News

0 Comments