આ ક્રિકેટરની સામે જ તેના મોટા ભાઈની ગોળી મારીને કરવામાં આવી હતી હત્યા
મુશ્કેલીઓ હંમેશા માણસનાં ઇરાદાઓને અજમાવે છે, પરંતુ જ્યારે માણસ પોતાના મજબૂત ઇરાદાઓથી મુશ્કેલીઓને ધ્વસ્ત કરે છે ત્યારે સફળતા તેના પગને ચૂમવા દોડી આવે છે. વિશ્વનાં ઘણા ખેલાડીઓ મુસીબતોનો સામનો કરીને આગળ આવ્યા છે. રમત-જગતમાં તમે સંઘર્ષની અનેક વાર્તાઓ સાંભળી હશે, પરંતુ વેસ્ટઇન્ડીઝનાં એક ખેલાડીનાં જીવનની વાસ્તવિક્તા જાણીને તમે સ્તબ્ધ થઈ જશો.
વેસ્ટઇન્ડીઝનો ઓશાને થૉમસ આજે વિશ્વનાં શાનદાર ફાસ્ટ બૉલરની લિસ્ટમાં છે. તે 2019 વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડીઝની ટીમનો ભાગ પણ છે. થૉમસનાં 4 ભાઈ છે, પરંતુ તેને તેના મોટા ભાઈ સાથે ઘણો લગાવ હતો. થૉમસ જ્યારે 11 વર્ષનો હતો, ત્યારે તેના 20 વર્ષનાં મોટા ભાઈની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તે 20 વર્ષની ઉંમરમાં જમૈકાની રાજધાની કિંગ્સટન જતો રહ્યો. જો કે ખરાબ ઘટનાઓએ ત્યાં પણ તેનો સાથ છોડ્યો નહીં. તે જ્યારે લોક સુપરમાર્કેટમાં જઇ રહ્યો હતો, ત્યારે એટીએમની બહાર 3 ગુંડાઓએ તેને લૂંટી લીધો હતો. બંદૂકની અણીએ ગુંડાઓ તેની પાસેથી પૈસા, ઘડિયાળ અને ચેન લૂંટી ગયા હતા.
થૉમસે લીગ મેચોમાં પોતાની બૉલિંગથી સૌને ઘણા પ્રભાવિત કર્યા છે. તે 140-145ની ઝડપથી બૉલિંગ કરે છે. તેની પહેલી જ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં તેણે એક જ ઑવરમાં રોહિત શર્મા અને શિખર ધવનને આઉટ કર્યા હતા. આ વર્લ્ડ કપમાં વેસ્ટઇન્ડીઝની ટીમને થૉમસ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ ક્રિકેટરની સામે જ તેના મોટા ભાઈની ગોળી મારીને કરવામાં આવી હતી હત્યા appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/read-the-unknown-story-about-oshane-thomas/
via Best Gujarati News
0 Comments