ક્રિકેટ વિશ્વ કપની 12મી સીઝનનો પ્રારંભ 30 મેનાં રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે. આ વખતે જ્યાં ફક્ત 10 ટીમો જ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે તે નિયમો પણ લાગુ થઈ રહ્યા છે. ગત વિશ્વ કપ 2015માં રમાયો હતો, પરંતુ ત્યારબાદ આઈસીસીએ આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7 નવા નિયમો લાગુ કરી દીધા છે. આ કારણ છે કે 4 વર્ષ બાદ 2019 વર્લ્ડ કપમાં આ તમામ નિયમો લાગુ રહેશે. આ તમામ નિયમો વન ડે ક્રિકેટમાં આમ તો લાગુ થઈ ગયા છે, પરંતુ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં આ નિયમ પહેલીવાર લાગુ થશે.

1. હેલમેટથી આઉટ, પણ હેન્ડલ ધ બૉલ નૉટઆઉટ

જો બેટ્સમેનનો હવામાંનો શૉટ ફીલ્ડરનાં હેલ્મેટને અડીને ઉછળે અને કોઈ અન્ય ફીલ્ડર તે કેચ પકડે તો બેટ્સમેનને આઉટ આપવામાં આવશે, પરંતુ હેન્ડલ ધ બૉલની સ્થિતિમાં બેટ્સમેન નૉટઆઉટ રહેશે.

2. ખરાબ વ્યવહાર કર્યો તો અમ્પાયર બહાર મોકલશે

જો અમ્પાયરને લાગ્યું કે કોઈ ખેલાડીએ ઘણો જ ખરાબ વ્યવહાર કર્યો છે, તો તે ખેલાડીને આઈસીસી કૉડ ઑફ કંડક્ટની લેવલ 4ની કલમ 1.3 અંતર્ગત દોષી ગણીને તરત જ મેદાન બહાર મોકલી દેવામાં આવશે.

3. અમ્પાયર્સ કૉલ પર રિવ્યૂ ખરાબ નહીં થાય

જો બેટ્સમેન કે ફીલ્ડિંગ ટીમ ડીઆરએસ લે છે અને અમ્પાયર્સ કૉલનાં કારણે અમ્પાયરનો નિર્ણય જેમનો તેમ રહે છે તો ટીમનો રીવ્યૂ ખરાબ નહીં થાય.

4. બૉલ બેવાર બાઉન્સ થશે તો નૉ બૉલ આપવામાં આવશે

મેચ દરમિયાન જો બૉલર કોઈ બૉલ ફેંકે છે અને બૉલ 2 બાઉન્સ સાથે બેટ્સમેન સુધી પહોંચે છે તો તે નૉ બૉલ હશે. પહેલા નૉ-બૉલ આપવાનો નિયમ નહોતો. નૉ-બૉલ પર બેટ્સમેનને ફ્રી-હિટ પણ મળે છે.

5. બેટ ‘ઑન ધ લાઇન’ હોવા પર પણ રનઆઉટ અપાશે

પહેલા રનઆઉટ, સ્ટંપિંગનાં કેસમાં બેટ લાઇન પર હોવાના કારણે નૉટઆઉટ આપવામાં આવતો હતો, પરંતુ હવે ઑન ધ લાઇન બેટ હોવા પર આઉટ અપાશે. જો બેટ અથવા બેટ્સમેનનો પગ ક્રીઝની અંદર છે અને હવામાં છે તો બેટ્સમેનને નૉટઆઉટ અપાશે.

6. બેટની જાડાઈ અને પહોળાઈ પણ નક્કી થઈ ગઈ છે

બૉલ-બેટ વચ્ચે બરાબરીનો મુકાબલો જામે તે માટે બેટનો આકાર પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. બેટની જાડાઈ 108. મિ.મી જાડા અને કિનારી પર 40 મિ.મીથી વધારે નહીં રાખી શકાય. શંકા થવા પર અમ્પાયર બેટ ગેઝથી બેટની જાડાઈ અને પહોળાઈ માપશે.

7. લેગ બાય અને બાયનાં રન અલગથી જોડાશે

પહેલા જો કોઈ બૉલર નૉ-બૉલ ફેંકતો હતો તો આના પર લેગ બાય અને બાયથી બનેલા રન નૉ-બૉલમાં જોડાતા હતા, પરંતુ હવે આવુ નહીં થાય. નૉ-બૉલનાં રન અલગથી જોડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ 7 નવા નિયમો સાથે પહેલીવાર રમાશે ક્રિકેટ વર્લ્ડ કપ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/first-time-world-cup-will-be-played-with-this-7-new-rules/
via Best Gujarati News

0 Comments