મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવનાર કૉચે દેશની ટીમ માટે કામ કરવાની ઑફર ઠુકરાવી
મુંબઈ ઇન્ડિયન્સને બેવાર આઈપીએલમાં ચેમ્પિયન્સ બનાવનારા કોચે પોતાના દેશની ટીમ સાથે જોડાવાની ના કહી દીધી છે. તેમણે કહ્યું કે, “દેશમાં ક્રિકેટની આજે જે સ્થિતિ છે, તેના કારણે આ રમતથી તેમનો મોહ ભંગ થઈ ગયો છે.” વાત થઈ રહી છે શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન મહેલા જયવર્ધનેની. તેમણે આ વખતે વિશ્વ કપ અભિયાન માટે શ્રીલંકા ટીમથી જોડાવવાને લઇને ના કહી દીધી હતી.
મહેલા જયવર્ધનેએ કહ્યું કે, “મને નિમંત્રણ આપવામાં આવ્યું હતુ, પરંતુ આનાથી પણ વધારે મહત્વનું અત્યારે મારી પાસે કામ છે. મારી પાસે જે ભૂમિકાની આશા કરવામાં આવી હતી તેને હું સમજી નથી શક્યો. હવે મને આમાં સામેલ કરવાનો કોઈ મતલબ નથી. ટીમ પસંદ કરી લેવામાં આવી છે અને હવે બધું થઈ ગયું છે. હવે મારા માટે આમા કોઈ જગ્યા નથી.”
શ્રીલંકાનાં પૂર્વ કેપ્ટને કહ્યું કે, “હું ટીમ પ્રબંધન સાથે મારા નાનકડા યોગદાનથી અત્યારે પણ ખુશ છું, પરંતુ સીએલસીની સાથે કંઇ નહીં કરું. આ કેટલીક ચીજો છે જે મને પોતાને જણાવી છે. હું એમાથી નથી જે કોઈનાં પણ માટે કામ કરવાનું શરૂ કરી દે. ખાસ કરીને ત્યારે જ્યારે મને ખબર છે કે મારા માટે તે યોગ્ય જગ્યા નથી.” જયવર્ધનેએ આ પહેલા શ્રીલંકાની ઘરેલૂ ક્રિકેટમાં સુધાર લાવવાની પોતાની યોજના રજૂ કરી હતી, પરંતુ આ નિષ્ફળ રહ્યું હતુ. આ ઉપરાંત તેણે સતત કેપ્ટન બદલવાને લઇને પણ નિરાશા જાહેર કરી હતી અને કહ્યું હતુ કે આ તમામ રાજનીતિનાં શિકાર થયા છે. જયવર્ધનેએ 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવનાર કૉચે દેશની ટીમ માટે કામ કરવાની ઑફર ઠુકરાવી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/mahela-jayawardene-rejected-offer-of-work-with-shrilanka/
via Best Gujarati News
0 Comments