મહેન્દ્ર સિંહ ધોનીને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. 30 મેનાં રોજ શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની પાસે મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોટો ખેલાડી છે. ધોની ના ફક્ત બેટ્સમેન છે, પરંતુ તે અદ્ભુત વિકેટકીપિંગ પણ કરે છે અને તેની પાસે કેપ્ટનશિપનો બહોળો અનુભવ છે. તે વર્લ્ડ કપમાં કોહલીનાં સલાહકારની ભૂમિકા નીભાવે છે. 37 વર્ષીય ધોની અત્યારનાં વર્લ્ડ કપમાં ભારતનો સૌથી અનુભવી ખેલાડી છે.

7 જુલાઈ 1981નાં રોજ જન્મેલો મહેન્દ્ર સિંહ ધોની આ વર્લ્ડ કપ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ભારતને 2007નો ટી-20 વર્લ્ડ કપ, 2011નો વન ડે વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રૉફી જીતાડી છે.

વન ડેમાં મહેન્દ્ર સિંહ ધોનીનું પ્રદર્શન

37 વર્ષનાં મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે અત્યાર સુધી 341 વન ડે મેચોમાં 50.72ની એવરેજથી 10500 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને 71 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 183 રન રહ્યો છે. વન ડેમાં ધોનીનાં નામે 1 વિકેટ છે.

વર્લ્ડ કપમાં ધોનીનું પ્રદર્શન

ભારત માટે વિશ્વ કપ જીતનારા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આ ચોથો વર્લ્ડ કપ છે. ધોની 2007થી આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે અને 2011માં તેની આગેવાનીમાં ભારત ચેમ્પિયન બન્યું હતુ. તેણે અત્યાર સુધી વિશ્વ કપમાં 20 મેચોમાં 507 રન બનાવ્યા છે અને વિકેટ પાછળ 32 શિકાર કર્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફર

મહેન્દ્ર સિંહ ધોનીએ 23 ડિસેમ્બર 2004નાં ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે બાંગ્લાદેશ સામે વન ડેમાં ડેબ્યૂ કર્યું હતુ. મહેન્દ્ર સિંહ ધોનીએ 2015માં ટેસ્ટમાંથી સંન્યાસ લીઇ લીધો છે. વર્લ્ડ કપ બાદ તે ક્રિકેટનાં દરેક ફૉર્મેટમાંથી સંન્યાસ લે તેવી સંભાવના છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડ કપ: આ ખેલાડી છે ભારતીય ટીમનો તારણહાર, અશક્યને પણ બનાવી દે છે શક્ય appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/ms-dhoni-a-player-who-covert-impossible-to-possible/
via Best Gujarati News

0 Comments