ભાજપના નેતૃત્વમાં એનડીએની સત્તા ફરી બનતા શેરબજારમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળે છે. જેમાં આજે સવારે શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +91.95 પોઇન્ટ વધીને 39,526.67 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +15.65 પોઈન્ટ વધીને 11,859.75 ની સપાટીએ ટ્રેડ થઇ રહી છે.

આ શેરોમાં તેજી
બીએસઈ પર, એનટીપીસીના શેર 3.56 ટકા, ટાટા સ્ટીલ 3.13 ટકા, એસબીઆઇ 1.68 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.48 ટકા અને યસ બેન્કનો શેર 1.45 ટકા તેજી સાથે વધ્યો છે. એનએસઈ પર, આઇસીઆઇસીઆઈ બેન્કના શેર 5.27 ટકા, વેદાંતા લિમિટેડ 4.48 ટકા, ટાટા સ્ટીલ 4.21 ટકા, ભારતી એરટેલ 4.19 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

આ શેરોમાં ઘટાડો
બીએસઈ પર, ભારતી એરટેલનો શેર 1.68 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 1.11 ટકા, રિલાયન્સ 0.83 ટકા, એશિયન પેઇન્ટ 0.82 ટકા અને ઓએનજીસી 0.72 ટકાનો ઘટાડો થયો છે. એનએસઈ પર, ટેક મહિન્દ્રાના શેરમાં સૌથી વધારે 0.85 ટકા, એનટીપીસીમાં 0.27 ટકાનો ઘટાડો, ટીસીએસ 0.20 ટકા, ઓએનજીસી 0.09 ટકા અનેએચસીએલ ટેકના શેરમાં 0.02 ટકાનો ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં ઉછાળો, જાણો કયા શેરમાં આવી છે તેજી અને કયામાં થયો ઘટાડો appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39526-and-nifty-11859/
via Best Gujarati News

0 Comments