બીજી ઈનિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે હશે આ 4 મોટા પડકારો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે તેમની બીજી ઈનિંગ્સમાં શરૂ કરશે ત્યારે તેમની સામે ચાર મુખ્ય આર્થિક પડકારો રહેશે. જ્યારે દેશમાં આર્થિક મંદી, વપરાશ અને રોકાણમાં ઘટાડાની સ્થિતિ બનેલ છે. નવી સરકાર સામે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી), સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ તરફથી મળેલ (નાણાકીય ખાધ) માહિતી, ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના સરપ્લસને લઇને જાલાન સમિતિ રિપોર્ટ અને નોન પરફોર્મિંગ અસેટ (એનપીએ) ના સંબંધમાં આરબીઆઇનું જાહેરાનામું, આ ચાર મુખ્ય બાબતો હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાના વિકાસદરમાં ભારે મંદી છે, જે 2018-19ના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 6.3 ટકા રહેવાની ધારણા છે, જે છેલ્લા 6 ક્વાર્ટરમાં સૌથી નીચો છે. સીએસઓની તરફથી ગયા વર્ષે ચોથા ક્વાર્ટર સહિત સમગ્ર વર્ષ માટે જીડીપીના આંકડા આ અઠવાડિયે આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે 2020 ના નાણાકીય વર્ષ સુધી અર્થતંત્રમાં મંદી રહી શકે છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેનો અનુભવ તાત્કાલિક રહેશે.
નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરથી જીડીપી વૃદ્ધિ દર સતત ઘટી રહ્યો છે. 2018-19ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 8% હતો, જે બીજા ક્વાર્ટરમાં 7% અને ત્રીજા ક્વાર્ટરમાં 6.6% હતો. નાણાકીય વર્ષ 2018-19માં, સરકારે 3.4 ટકાની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જે પાછળથી 3.3 ટકા કરવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરીના અંતમાં રાજકોષીય ખાધ વધીને રૂ. 8,51,499 કરોડ થઈ હતી, જે બજેટ અંદાજને પાર કરીને સાથો સાથ જીડીપીના 4.52 ટકા થઇ ગઈ છે. સીજીએ દ્વારા નાણાકીય વર્ષ 2019ના રાજકોષીય ખાધના આંકડા હજુ સુધી આવ્યાં નથી. ઉપરાંત, સરકારની રચના પછી, આરબીઆઈના સુધારેલા પરિપત્ર માટે આશા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આરબીઆઇ દબાણની અસ્કયામતોના ઉકેલ તરફ ગોઠવણ કરે તેવો અભિગમ અપનાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બીજી ઈનિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે હશે આ 4 મોટા પડકારો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/pm-narendra-modi-will-have-to-face-these-4-economic-challenges-in-next-term/
via Best Gujarati News
0 Comments