આ સપ્તાહે શેરબજારમાં ઘટાડે લઈ વેપાર કરવો હિતાવહ, જાણો ગ્રહોની ચાલ પ્રમાણે
બજારોનું ભવિષ્ય : અમીષ પટેલ
(તા. ૨૭-૫-૧૯થી તા. ૩૧-૫-૧૯ સુધીનું)
શેરબજાર : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળશે. સપ્તાહના આરંભે ઊંચા મથાળે સંસ્થાકીય વેચવાલી આવે. ફ્યૂચર ઓપ્શનનો છેલ્લો ગુરુવાર હોવાથી શેરોની કેટલીક જાતોમાં તથા મિડકેપ શેરોમાં વેચવાલી આવે. તા. ૨૭ બજાર મંદી તરફી રહે. મંદી પણ લાંબો સમય ટકે નહીં. તા. ૨૮ નીચા મથાળે લેવાલી નીકળતાં સપ્તાહના અંતે બજારમાં ફરી એક વાર સારી તેજી જોવા મળે. આ સપ્તાહમાં તા. ૨૭ના ઘટાડામાં લઈ વેપાર કરવો. ઘટાડે લેનારની જીત જણાય. સેન્સેક્સ તથા નિફ્ટી આંક સપ્તાહના અંતે વધઘટે તેજ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.
એરંડા, તેલ, તેલીબિયાં : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં મંદી જોવા મળે. ઘરાકીનો અભાવ જણાય. સ્ટોકિસ્ટોની માગ ઘટતી જણાય. સપ્તાહના અંત સુધી એરંડામાં મંદી જોવા મળે. ખાદ્યતેલ, સિંગતેલ, અળસી તેલ વગેરેમાં મંદી જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની લેવાલીનો અભાવ રહે. અળસી, કપાસિયા, રાયડો વગેરેમાં સપ્તાહના અંત સુધી મંદી જોવા મળે.
અનાજ-કઠોળ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં તેજી જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની માગ નીકળતી જણાય. ઘરાકી પણ નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં તેજી જોવા મળે. વાલ, વટાણા, મગ, મઠ, ચણા, તુવેર વગેરેમાં તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી કઠોળમાં તેજી જોવા મળે.
સોના-ચાંદી : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં બંને તરફી વધઘટ જોવા મળે. સપ્તાહના આરંભે એટલે કે તા. ૨૭ સોનામાં તેજી જોવા મળે પણ નાણાભીડ તીવ્ર અસર કે અન્ય કારણોસર તેજી લાંબો સમય ટકે નહીં. સ્થાનિક તથા દેશાવરની લેવાલીનો અભાવ રહે. આમ વધઘટે સપ્તાહના અંતે સોનામાં મંદી જોવા મળે. આ સપ્તાહમાં ચાંદીમાં બંને તરફી વધઘટ જોવા મળે. સ્ટોકિસ્ટોની પૂછપરછ સપ્તાહના આરંભે કંઈક અંશે નીકળતી જણાય. છતાંય દ્યોગિક વપરાશકારોની માગ ઘટતાં વધઘટે સપ્તાહના અંતે ચાંદીમાં મંદી જોવા મળે.
રૂ-કાપડ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં મંદી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદીનો અભાવ રહે. મિલર્સની માગ ઘટતી જણાય. સપ્તાહના અંતે રૂમાં મંદી જોવા મળે. આ સપ્તાહમાં કાપડ માર્કેટમાં પણ મંદી જોવા મળે. સ્થાનિક ઘરાકીનો અભાવ જણાય.રેડિમેડ ગાર્મેન્ટ તથા કાપડની કેટલીક સારી જોતાં લેવાલીનો અભાવ જણાય. પાવરલૂમ્સ તથા પ્રોસેસ હાઉસમાં પણ કામકાજ છંડું જોવા મળે. જેના કારણે કાપડ માર્કેટમાં વાતાવરણ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ સપ્તાહે શેરબજારમાં ઘટાડે લઈ વેપાર કરવો હિતાવહ, જાણો ગ્રહોની ચાલ પ્રમાણે appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/this-week-we-should-do-business-by-reducing-the-stock-market/
via Best Gujarati News
0 Comments