મિડકેપ-સ્મોલકેપ કે અચ્છે દિન આ ગયે !
મીડ કેપ વ્યૂ : નયન પટેલ
દેશના લોકોએ દેશમાં ફ્રીથી એક વાર ૫ વર્ષ માટે સંપૂર્ણ બહુમત વાળી સરકાર પસંદ કરી છે જેને સ્ટોક માર્કેટે પણ વધાવી લીધી છે. ઇલેક્શનના પરિણામોના દિવસે નિફ્ટીએ ૧૨,૦૦૦ની સપાટી અને સેન્સેક્સે ૪૦,૦૦૦ની સપાટીને સ્પર્શીને એ સંકેત આપી દીધા છે. સપ્તાહ દરમિયાન નિફ્ટીમાં ૪૩૭ પોઇન્ટનો મોટો ઉછાળો જોવાયો છે અને માર્કેટ મોદી સરકારની બીજી ઇનિંગને લઈને ખાસ્સુ પોઝિટિવ છે.
૬ જૂનના રોજ આરબીઆઈની પોલિસીમાં પણ ગુડ ન્યૂઝ સામે આવી શકે છે અને રેટકટ જોવાઈ શકે છે ત્યાર બાદ મોદી સરકારની બીજી ઇનિંગનું પહેલું બજેટ આવશે ત્યાં સુધી માર્કેટમાં ઉત્સુકતા બનેલી રહેશે ત્યાર બાદ ધીરે ધીરે માર્કેટ ગ્લોબલ માર્કેટો અને અન્ય મુદ્દાઓ તરફ ધ્યાન આપશે પણ મોટું ઇન્વેન્ટ પોઝિટિવલી પૂરું થયા બાદ હવે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારા દિવસો આવી ગયા છે.
જાન્યુઆરી ૨૦૧૮માં ટોપઆઉટ થયા બાદ મિડકેપ અને સ્મોલકેપ સતત નેગેટિવ રહ્યા છે જ્યારે નિફ્ટીએ આ સમયગાળામાં પોઝિટિવ રિટર્ન આપ્યું છે. નિફ્ટીમાં હવે શોર્ટ ટર્મમાં વધારે ઉછાળાની જગ્યા માર્યાદિત છે ત્યારે માર્કેટમાં મજબૂત સેન્ટિમેન્ટનો ફયદો હવે મિડકેપ અને સ્મોલકેપ શેરો ઉઠાવતા જોવાઈ શકે છે.
અમે ઇલેક્શન પહેલાં પણ મજબૂતાઈથી સારા ક્વોલિટી રોકડાના શેરોમાં ખરીદીની ભારપૂર્વક ભલામણ કરી હતી અને શુક્રવાર સુધીમાં જ ક્વોલિટી રોકડાના શેરોમાં ડબલ ડિજિટ રિટર્ન બની ચૂક્યું છે. માર્ચ ક્વાર્ટરમાં સુંદર પરિણામો જાહેર કરનારી મિડકેપ સ્મોલકેપ કંપનીઓના આ મથાળે રોકાણ કરનારને આવનાર સમયમાં તગડું રિટર્ન મળી શકે છે.એસ્ટ્રો ટેકનો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૧,૭૬૦ અને ૧૧,૯૫૦ની સાપ્તાહિક ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૦૦થી ૧૫૦ પોઇન્ટની ચાલ જોવાશે.
ડાર્ક હોર્સ : સરલા પર્ફોર્મન્સ ફઇબર્સ લિમિટેડ (૫,૨૬,૮૮૫ અને એનએસઈ) (૨૭.૫૫) (ફ્સ વેલ્યૂ રૂ.૧)
માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ સુંદર પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફે રૂ.૩.૫૮ કરોડથી ૧૬૭ ટકા વધીને રૂ.૯.૫૬ કરોડ થયો છે જ્યારે વેચાણ રૂ.૬૮.૬૪ કરોડથી ૨૦.૭૯ ટકા વધીને રૂ.૮૨.૯૧ કરોડ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં કંપનીએ રૂ.૩૨૪.૩૦ કરોડના વેચાણ ઉપર રૂ.૨૫.૩૭ કરોડનો નફે અને રૂ.૩.૦૬ની ઈપીએસ હાંસલ કરી છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૯ના નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઈ રહ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે ૧૧૦ ટકાનું સુંદર ડિવિડન્ડ જાહેર કર્યું છે. શેર તેના બાવન સપ્તાહના હાઇ ભાવ રૂ.૫૨.૪ સામે હાલમાં ઓલમોસ્ટ અડધા ભાવે ક્વોટ થઈ રહ્યો છે અને રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૨૨ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.
સ્ટોક વોચ :
ઇન્ડિયા જિલેટીન એન્ડ કેમિકલ્સ (૫,૩૧,૨૫૩) (૧૦૦) (ફ્સ વેલ્યૂ રૂ.૧૦)
માર્ચ કવાર્ટરમાં કંપનીનો નફે ૨૬૧.૨૪ ટકા વધીને રૂ.૧.૭૫ કરોડ થયો છે જ્યારે વેચાણ ૧૫.૪૫ ટકા વધીને રૂ.૨૪.૧૨ કરોડ થયું છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં કંપનીનો નફે રૂ.૨.૨૬ કરોડથી ૧૫૫ ટકા વધીને રૂ.૫.૭૬ કરોડ થયો છે જ્યારે વેચાણ ૧૪.૨૧ ટકા વધીને રૂ.૧૧૧.૯૯ કરોડ થયું છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે ૮.૧૧ની ઈપીએસ હાંસલ કરી છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૧૨ના નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઈ રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭ માટે કંપનીએ ૯ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું હતું નાણાકીય વર્ષ ૨૦૧૮ માટે કંપનીએ ૨૦ ટકા ડિવિડન્ડ ચૂકવ્યું હતું જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯ માટે કંપનીએ સીધું જ ૩૫ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. આમ દર વર્ષે કંપની ડિવિડન્ડમાં મોટો વધારો કરી રહી છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે કંપનીના પ્રમોટરો ઇન્વેસ્ટર ફ્રેન્ડલી છે અને કંપનીના ભાવી ઉપર બુલિશ છે. વર્તમાન ભાવે આ સ્ટોક રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૮૫ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.
માર્કેટમાંથી સાંભળ્યું છે:
રિશીરૂપ લિમિટેડ (૫,૨૬,૪૯૨) (૫૪.૩) (ફ્સ વેલ્યૂ રૂ.૧૦)
માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ રૂ.૦.૫૯ કરોડની નુકસાની સામે રૂ.૨.૨૧ કરોડનો નફે હાંસલ કરીને જબરજસ્ત ટર્નએરાઉન્ડ દર્શાવ્યું છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૭.૨ના સાવજ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઈ રહ્યો છે અને તેના બાવન સપ્તાહના હાઇથી અડધા ભાવે મળી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૪૩ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.
સુપર ક્રોપ સેફ લિમિટેડ (૫,૩૦,૮૮૩) (૨૭.૩૫) (ફ્સ વેલ્યૂ રૂ.૨)
મોદી સરકાર ફ્રીથી આવી છે અને ખેડૂતો તેમજ ખેતી ઉપર એમનું મોટું ફેકસ રહેવાનું છે જેનો ફયદો એગ્રો કેમિકલ સેક્ટરની કંપનીને મળી શકે છે. આ કંપનીએ છેલ્લા ૪ વર્ષોમાં જબરજસ્ત પરિણામો આપ્યા છે અને માર્ચ ક્વાર્ટરમાં પણ સુંદર પરિણામોની સંભાવના છે. શુક્રવારે સ્ટોકમાં ભારે વોલ્યુમ સાથે તેજી તરફી ટેક્નિકલ બ્રેકઆઉટ આવ્યું છે જે આ સ્ટોકમાં પરિણામો પહેલાં જાણકારોની ખરીદીની સંભાવના દર્શાવે છે જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ.૨૪ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મિડકેપ-સ્મોલકેપ કે અચ્છે દિન આ ગયે ! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/midcap-smallcap-or-better-day/
via Best Gujarati News
0 Comments