રાજ્યના વાહનચાલકો માટે ખુશખબર, HSRP નંબર પ્લેટને લઇને આવી ગયા મોટા સમાચાર
રાજ્યમાં HSRP નંબર પ્લેટ બદલવાની મુદ્દતમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે વધુ ત્રણ મહિના માટે મુદ્દત લંબાવી છે. રાજ્યમાં HSRP નંબર પ્લેટ બદલવાની છેલ્લી તારીખ 31 મેએ મુદ્દત પૂર્ણ થતી હતી.
પરંતુ મુદ્દતમાં હજી 3 દિવસ બાકી રહ્યા પહેલા જ રાજ્ય સરકારે વધુ 3 મહિનાનો વધારો કર્યો છે. હવે જો તમારા વાહનમાં HSRP નંબર પ્લેટ નંખાવવાની બાકી હોય તો, તમે 31 ઓગસ્ટ સુધી જૂના વાહનોની નંબર પ્લેટ બદલી શકો છે. સાથે રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે, 31 ઓગસ્ટ બાદ HSRP ન લગાવી તો હવે પછી કાયદેસરના દંડાત્મક કાર્યવાહી થશે.
તમને જણાવી દઇએ કે, RTO દ્વારા તમામ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી સરકારે 8 વખત મુદત લંબાવી છે. જો કે, હજુ સુધી અમદાવાદમાં 17 લાખ અને રાજ્યમાં દોઢ કરોડ વાહનોમાં એચએસઆરપી ફીટ થવાની બાકી છે.
રાજ્યના અનેક વાહનોમાં હજી પણ HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે. હવા વાહનચાલકો પોતાના જૂના વાહનોમાં 31 ઓગસ્ટ બાદ HSRP નહિ લગાવેલ હોય તો તેવા વાહનો સામે RTO દંડાત્મક પગલાં ભરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજ્યના વાહનચાલકો માટે ખુશખબર, HSRP નંબર પ્લેટને લઇને આવી ગયા મોટા સમાચાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-in-hsrp-no-plate-vehicles-on-term-extend-3-months-in-ahmedabad/
via Best Gujarati News
0 Comments