28મી મેના રોજ ટાઇમની વેબસાઇટ પર છપાયેલા આ આર્ટિકલનું હેડિંગ 10મી મેના મેગેઝીનના કવર પેજના શીર્ષકથી બિલકુલ ઉલટુ તથા રાજ્યમાં HSRP નંબર પ્લેટ બદલવાની મુદ્દતમાં ફરીથી વધારો કરવામાં આવ્યો અને અમદાવાદમાં ચોમાસા પહેલા ભૂવા પડવાનો સિલસિલો ચાલું થઇ ગયો તથા ભગવાન સ્વરૂપ ડોક્ટરો મોટી સંખ્યામાં બિમાર પડ્યા હોય તેવું પહેલી વખત જાણવા મળી રહ્યું છે અને ભાજપ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ચૂંટણી લડવાની તૈયારીમાં તેમજ સરકારે નાના ઉદ્યોગ સાહસીઓને નાણા આપવા માટે મુદ્રા યોજના બનાવી અને ધોનીએ જબાવ આપ્યો કે વર્લ્ડ કપમાં વિરોધી ટીમમાં ભલે ગમે તેવા બોલર હોય પણ એમને ચેતીને રહેવું પડશે સહિતના અગત્યના સમાચાર…

વધુ વાંચવા કરો ક્લિક-1: મોદીનો આવ્યો ફરી એકવખત ટાઇમ તો TIMEએ પણ મારી દીધી પલટી

લોકસભા ચૂંટણી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભારતના ડિવાઇડર ઇન ચીફ’ એટલે કે ‘પ્રમુખ વિભાજનકારી’ બતાવનાર પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઇમે હવે પરિણામો આવ્યા બાદ તેના પર એક વધુ આર્ટિકલ છાપ્યો છે. 28મી મેના રોજ ટાઇમની વેબસાઇટ પર છપાયેલા આ આર્ટિકલનું હેડિંગ 10મી મેના મેગેઝીનના કવર પેજના શીર્ષકથી બિલકુલ ઉલટુ છે. તાજા આર્ટિકલનું હેડિંગ છે – ‘મોદી હેજ યુનાઇટેડ ઇન્ડિયા લાઇક નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ’ એટલે કે ‘મોદી એ ભારતને એ રીતે એકજૂથ કર્યું છે જેણે દાયકાઓમાં કોઇ વડાપ્રધાને કર્યું નથી’.

વધુ વાંચવા કરો ક્લિક-2: રાજ્યના વાહનચાલકો માટે ખુશખબર, HSRP નંબર પ્લેટને લઇને આવી ગયા મોટા સમાચાર

રાજ્યમાં HSRP નંબર પ્લેટ બદલવાની મુદ્દતમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે વધુ ત્રણ મહિના માટે મુદ્દત લંબાવી છે. રાજ્યમાં HSRP નંબર પ્લેટ બદલવાની છેલ્લી તારીખ 31 મેએ મુદ્દત પૂર્ણ થતી હતી. પરંતુ મુદ્દતમાં હજી 3 દિવસ બાકી રહ્યા પહેલા જ રાજ્ય સરકારે વધુ 3 મહિનાનો વધારો કર્યો છે. હવે જો તમારા વાહનમાં HSRP નંબર પ્લેટ નંખાવવાની બાકી હોય તો, તમે 31 ઓગસ્ટ સુધી જૂના વાહનોની નંબર પ્લેટ બદલી શકો છે.

વધુ વાંચવા કરો ક્લિક-3: અમદાવાદના એક જાણીતા મંદિરની અંદર પડ્યો 15 ફૂટનો ભૂવો, પુજા કરતા પુજારી ખાબક્યો

અમદાવાદમાં ચોમાસા પહેલા ભૂવા પડવાનો સિલસિલો ચાલું થઇ ગયો છે. અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરમાં એક મસમોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં મંદિરમાં પુજા કરતો પુજારી ભૂવામાં ખાબક્યો હતો. તમને જણાવી દઇએ કે, હાટકેશ્વરમાં શીતળા માતાનું મંદિર મોડેલ રોડ પર આવેલુ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પૂજારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-4: અમદાવાદની આ 2 જાણીતી હોસ્પિટલના 17 ડોક્ટરો જ બન્યા જીવલેણ બિમારીનો ભોગ

રાજ્યમાં ડોક્ટરો દર્દીઓની સારવાર કરી તેમના માટે ભગવાન સ્વરૂપ બન્યા હોય તે તો સાંભળ્યું હતું. ભગવાન સ્વરૂપ ડોક્ટરો મોટી સંખ્યામાં બિમાર પડ્યા હોય તેવું પહેલી વખત જાણવા મળી રહ્યું છે. અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર જે હોસ્પિટલ અમદાવાદની સૌથી સારી અને કોર્પોરેટ હોસ્પિટલ ગણાવી રહ્યા છે, તેવી VS અને SVPના 17 જેટલા તબીબો અચાનક બિમાર પડ્યા છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, SVP અને VSના 17 તબીબો TBના શિકાર બન્યા છે. 17 રેસીડેન્ટ ડોકટરના ટીબીનો ટેસ્ટ પોઝિટીવ આવતા અફડાતફડી મચી ગઇ હચી.

વધુ વાંચવા કરો ક્લિક-5: હવે PoKમાં ભગવો લહેરાવવાની ફિરાકમાં BJP, તૈયાર કર્યો માસ્ટર પ્લાન

ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 2019ની ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતને ધ્યાનમાં રાખતા જમ્મૂ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ માટે અત્યારથી જ કમર કસી લીધી છે. ભાજપ જમ્મૂ-કાશ્મીરમાં પૂર્ણ બહુમતની સરકાર બનાવવાની ફિરાકમાં છે તે સર્વવિદિત છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે, ભાજપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ચૂંટણી લડવાની તૈયારીમાં છે.

વધુ વાંચવા કરો ક્લિક-6: બીમાર અરૂણ જેટલીએ PM મોદીને પત્ર લખી કહ્યું – મને મંત્રી ના બનાવો

લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવીને ફરી વખત સરકાર બનાવનાર નરેન્દ્ર મોદી ગુરુવારે વડાપ્રધાન પદ શપથ ગ્રહણ કરશે. મોદી સરકારની કેબિનેટની અટકળો શરૂ થઈ ગઈ છે. મોદીના મંત્રીમંડળના 65 નેતાઓ પણ શપથ લેશે. આ દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-7: એક એવી હોસ્પિટલ જયાં પહેલાં જુએ છે દર્દીની કુંડળી, પછી જ થાય છે સારવાર

જુદા જુદા ટેસ્ટના આધારે તો તમામ હોસ્પિટલ્સ અને તબીબો દર્દીની સારવાર કરે છે, પણ રાજસ્થાનના જયપુરમાં એક એવી હોસ્પિટલ પણ છે, જ્યાં દર્દીની કુંડળીને આધારે તેનો ઉપચાર કરાય છે. આ રીતે થતી સારવારથી દર્દીઓને ફાયદો પણ થઈ રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-8: મોદી સરકારના રૂપિયાથી શરૂ કરો નવો ધંધો, લોનની ચૂકવણી 5 વર્ષે કરો

જો તમે કોઇ નવો વેપાર આરંભ કરવા માટે કોઇ પ્લાન કરી રહ્યાં છો અને તેના માટે નાણાની સમસ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ભેટ તમારા માટે જ છે. સરકારે નાના ઉદ્યોગ સાહસીઓને નાણા આપવા માટે મુદ્રા યોજના બનાવી રાખી છે. આ યોજના હેઠળ વેપાર શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. આ લોનની વિશેષતા એ છે કે આ લોન ગેરંટી વગર મળે છે. આવે જાણીએ કેવી રીતે અને કોને લોન મળી શકે છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: જ્યારે ફી માટે સલમાન ખાનને ટીચરે આપી હતી આવી ‘સજા’, પિતાએ જોઈ પૂછ્યું…

સલમાન ખાન આજે બોલિવૂડના સુપરસ્ટાર્સમાંથી એક છે. ફિલ્મને હિટ કરવા માટે તેનું નામ જ માત્ર છે. સલમાન હવે એક બ્રાન્ડ તરીકે ઓળખાય છે. ત્યારે ખ્યાતિ અને મિલકતની વાત કરીએ તો પણ સલમાન ટોચ પર છે. તમને જણાવી દઈએ કે હાલ સલમાન ખાન તેની આવનારી ફિલ્મ ‘ભારત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને તેના બાળપણની એક ઘટના વિશે વાત કરી.

વધુ વાંચવા કરો ક્લિક-10: ધોનીનાં તોફાનમાં ઉડ્યાં બાંગ્લાદેશી, ફરીવાર દરેકને જવાબ આપ્યો ‘બુઢા હોગા તેરા બાપ’

ભારતની ક્રિકેટ ટીમનાં શાનદાર વિકેટ કિપર અને બેટ્સમેન એવા મહેન્દ્ર સિંહ ધોનીએ બાંગ્લાદેશ સામે પાંચમાં નંબર પર ઉતરી વર્લ્ડ કપની બીજી વોર્મ અપ મેચમાં જોરદાર સદી ફટકારી હતી. ધોનીએ 78 બોલમાં 113 રન બનાવ્યા હતા અને જેમાં 8 ચોક્કા અને 7 સિક્સર મારી હતી. ટૂંકમાં ધોનીએ જબાવ આપ્યો કે વર્લ્ડ કપમાં વિરોધી ટીમમાં ભલે ગમે તેવા બોલર હોય પણ એમને ચેતીને રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post News@03 PM:મોદીનો આવ્યો ફરી એકવખત TIME, PoKમાં ભગવો લહેરાવવાની ફિરાકમાં BJP સહિતના સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/29-may-2019-top-headlines-til-03-pm/
via Best Gujarati News