સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગની સ્થળ મુલાકાત લેવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને રવિવારે વિરોધનો સામનો કરવા પડયો હતો. અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ટપલીદાવ કરતા પોલીસે હાર્દિકને કોર્ડન કરીને બહાર કાઢયો હતો. ત્યાર બાદ હાર્દિકે ઘટનાસ્થળે કોંગી કાર્યકરો સાથે મળી ઉપવાસ કરવાની પણ ચીમકી આપી હતી ત્યારે સુરત પોલીસે તેની અટકાયત કરી હતી.

જોકે સુરતમાં ભૂલકાંઓના મોત ઉપર રાજકારણ ખેલવા પ્રયાસો કરાયો એટલે ટપલીદાવની ઘટના બની હોવાનો કથીરિયા સમર્થકોએ દાવો કર્યો હતો. ત્યાં જ હાલમાં હાર્દિકનો નવો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે સુરતની ગોઝારી ઘટના બાદ હાર્દિક સ્થળ પર પહોંચ્યો હતો અને માસુમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાનું નાટક કર્યું હતું. ત્યાર બાદ તે ગત 27મીની રાત્રે કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે ચ્હા અને નાસ્તો કરતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આમ હાર્દિકે પાસનો ઉપયોગ રાજકીય કારકિર્દી ચમકાવી હવે તે માસુમ બાળકોનાં મોત પર રાજકારણ કરી રહ્યો છે. સુરતની ઘટના બાદ હાર્દીક પટેલ આ વીડિયોમાં મજાક અને ફોટો સેશન કરતો નજરે ચડી રહ્યો છે. આ વીડિયો જોતા સાફ સમજી શકાય છે કે, હાર્દિક પોતાની રાજનીતિ ચમકાવવા માટે કોઇ પણ હદે જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ હાર્દિક નહીં સુધરે: સુરતની ગોઝારી ઘટના બાદનો વીડિયો થયો વાયરલ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/hardik-patels-new-video-viral-after-surat-fire-tragedy/
via Best Gujarati News

0 Comments