10 ટકા EBC અનામતને લઈ રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત
10 ટકા આર્થિક અનામત મામલે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મીડિયાને સંબોધન કરી જણાવ્યું હતું કે, 10 ટકા આર્થિત અનામતનો કાયદો મંજૂર કરી દેવાયો છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળાં વર્ગ માટે શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવા માટે લોકસભા અને રાજ્યસભામાં કાયદો પસાર કર્યો હતો. ચૂંટણીની આચારસંહિતા સમાપ્ત થયા બાદ નીતિન પટેલે જાહેરાત કરી કે, આ વર્ષથી જ રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં મેડિકલ અને એન્જિનિયરિંગમાં 10 ટકા ઈબીસીનો અમલ થશે.
નીતિન પટેલે કહ્યું કે, 23 જાન્યુઆરી 2019ના રોજ સરકારે બિન અનામત વર્ગને આર્થિક અનામત આપવા માટે કાયદો પસાર કર્યો હતો. અને તેને અમલમાં મૂકી દીધો છે. અને સરકારી ભરતીમાં પણ 10 ટકા આર્થિક અનામત આપવાની શરૂઆત થઈ ગઈ છે. સાથે તેઓએ કહ્યું કે, ધોરણ 12ના પરિણામો જાહેર થઈ ગયા છે. મેડિકલ એન્જિયરિંગ, આઈટી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. જે મામલે ભારતે સરકારે નોટિફિકેશન જાહેર કર્યા હતા. આ નોટિફિકેશન અંતર્ગત દરેક વિદ્યાર્થીને 10 ટકા ઈબીસી અનામતનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે.
નીતિન પટેલે કહ્યું કે, ત્રણ દિવસ પહેલાં આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરી સરકારે આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે અનામતમાં ઘટાડો ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને અધિકારીઓએ તે માટે વિશેષ વ્યવસ્થા અને મિકેનિઝમ ગોઠવ્યું છે.
ગુજરાતમાં મેડિકલની સીટો વધશે
નીતિન પટેલે જણાવ્યું કે, અમરેલીમાં શારદાબા મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જેને કારણે ગુજરાતમાં મેડિકલની સીટોમાં 150 બેઠકોનો વધારો થશે. રાજ્યમાં હવે મેડિકલની 5264 સીટો થઈ જશે. પટેલે જણાવ્યું કે, મેડિકલ કોલેજમાં 150 બેઠકોની ક્ષમતા હોય છે. અને 10 ટકા ઈબીસી લાગુ થતાં દરેક મેડિકલ કોલેજમાં 35 બેઠકોનો વધારો થશે. આમ આર્થિક અનામતને કારણે વર્તમાન અનામતની ટકાવારીને કોઈ નુકસાન નહીં પહોંચે.
આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે, હોમિયોપેથીમાં 3525 બેઠકોમાં 635 બેઠકોનો વધારો થયો છે. તો ફિઝિયોથેરાપીમાં 5435 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. તો ગુજરાતમાં ડેન્ટલની 1360 બેઠક થશે. તો આયુર્વેદિકમાં 1780 બેઠકમાં 335નો બેઠકનો વધારો થશે. રાજ્યમાં 31890 બેઠકોમાં 6809 બેઠકોનો વધારો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 10 ટકા EBC અનામતને લઈ રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/10-ebc-will-be-applicable-from-this-year-in-gujarat-dy-cm-nitin-patel/
via Best Gujarati News
0 Comments