અમદાવાદના એક જાણીતા મંદિરની અંદર પડ્યો 15 ફૂટનો ભૂવો, પુજા કરતા પુજારી ખાબક્યો
અમદાવાદમાં ચોમાસા પહેલા ભૂવા પડવાનો સિલસિલો ચાલું થઇ ગયો છે. અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાના મંદિરમાં એક મસમોટો ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં મંદિરમાં પુજા કરતો પુજારી ભૂવામાં ખાબક્યો હતો. તમને જણાવી દઇએ કે, હાટકેશ્વરમાં શીતળા માતાનું મંદિર મોડેલ રોડ પર આવેલુ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત પૂજારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ભાઈપુરા વોર્ડના મોડેલ રિંગ રોડ પર શીતળા માતાનું મંદિર આવેલું છે. ભાઈપુરાના પ્રખ્યાત તામિલ સંપ્રદાયના શીતળા માતાજીના મંદિર સકુંલમા જ ભુવો પડતા મંદિરનો પુજારી તેમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટનામાં ભૂવામાં પડેલો પુજારી સિલ્વાકુમાર 65 વર્ષીય છે. આ ભુવામાં પુજા કરતા પુજારી ગરકાવ થતા સ્થાનકોએ 15 ફુટના ભુવામાંથી બહાર કાઢીને તાત્કાલિક 108ની મદદથી એલજી હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલ ત્યાં તેમની સારવાર હાથ ધરાઈ રહી છે.
આ મોડેલ માર્ગ પર એક માસ ઉપરાંતથી મોટી ગટર લાઈનનું ડિસ્ટલીગનુ કામ હેવી મશીનરીથી ચાલી રહ્યુ હતું. મંદિર સકુંલની પાસે જ ગત ચોમાસામાં ત્યારબાદ બે માસ પહેલા પણ મંદિરને અડીને એક મોટો ભુવો પડી ચૂક્યો હતો. તેમ છતા તંત્રએ તેનુ સમારકામ લાંબાગાળા બાદ હાથ ધર્યું હતું.
આજ મોડેલ રોડ પર ગત વર્ષે ચોમાસા બાદ સાતથી વધુ ભુવાઓ પડ્યા બાદ પણ બે માસ પહેલા ત્રણેક ભુવાઓ પડતા તંત્રએ માત્ર માટી પુરાણ કર્યું હતું. શીતળા માતાજીના મંદિર સકુંલ મા ભુવા પડતા મંદિરના ગુંબજ તેમજ મંદિરમાં મોટી તિરાડો પડી ગઇ હતી. હાલ મંદિર સકુંલ જોખમી સાબિત થઇ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદના એક જાણીતા મંદિરની અંદર પડ્યો 15 ફૂટનો ભૂવો, પુજા કરતા પુજારી ખાબક્યો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-hatkeshwar-tempal-in-priest-fallen-into-cave/
via Best Gujarati News


0 Comments