રાજ્યમાં ડોક્ટરો દર્દીઓની સારવાર કરી તેમના માટે ભગવાન સ્વરૂપ બન્યા હોય તે તો સાંભળ્યું હતું. ભગવાન સ્વરૂપ ડોક્ટરો મોટી સંખ્યામાં બિમાર પડ્યા હોય તેવું પહેલી વખત જાણવા મળી રહ્યું છે. અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર જે હોસ્પિટલ અમદાવાદની સૌથી સારી અને કોર્પોરેટ હોસ્પિટલ ગણાવી રહ્યા છે, તેવી VS અને SVPના 17 જેટલા તબીબો અચાનક બિમાર પડ્યા છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, SVP અને VSના 17 તબીબો TBના શિકાર બન્યા છે. 17 રેસીડેન્ટ ડોકટરના ટીબીનો ટેસ્ટ પોઝિટીવ આવતા અફડાતફડી મચી ગઇ હચી.

દર્દીઓની સારવાર કરનાર તબીબો જ હાલ બિમાર થયા છે. 17 ડોક્ટરોમાંથી 3 ડોકટરો ટીબીની બીમારીથી પીડિત છે. પરંતુ તબીબોની TBની બિમારીથી તંત્ર સાવ અજાણ છે. તમને જણાવી દઇએ કે, પિડિયાટ્રિકમાં 2, મેડીસીનના 7 ડોક્ટરો બિમારીથી પીડિત છે. આ સિવાય એનેસ્થેસિયામાં 2, સર્જરીના 3 ડોકટર બિમાર થયા છે.

3 જેટલા ડોક્ટરો અત્યંત ગંભીર એટલે કે TBથી પીડાય છે. TB એટલે કે MDRમાં 2 મહિના માટે રોજ એન્ટી-TB ડ્રગના ઇન્જેકશન લેવા પડે છે. સામાન્ય ટીબીમાં 6 થી 9 મહિના સુધી સારવાર લેવી પડે છે જ્યારે MDR ટીબીમાં 12થી 18 મહિના જેટલી સારવાર લેવી પડે છે. દર્દીઓની દિવસ-રાત સેવા કરતા ડોક્ટરો જ ગંભીર બીમારીમાં સપડાયા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર આ બાબતથી અજાણ છે.

અમદાવાદ મ્યુનિસિપલ વિપક્ષ વીએસ હોસ્પિટલને AMC તંત્ર બંધ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહી છે. મેયર બિજલ પટેલ અને મ્યુ.કમિશનર વિજય નેહરા સારામાં સારી હોસ્પિટલ હોવાનો દાવો કરી રહ્યાં છે. પરંતુ આ જ હોસ્પિટલના ડોક્ટર્સ ગંભીર બીમારીમાં સપડાયા છે. ત્યારે હોસ્પિટલની સારવાર સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમદાવાદની આ 2 જાણીતી હોસ્પિટલના 17 ડોક્ટરો જ બન્યા જીવલેણ બિમારીનો ભોગ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-svp-and-vs-hospitals-17-doctors-have-serious-tb-illness/
via Best Gujarati News

0 Comments