ભારતને વર્લ્ડ કપ જીતતા કોઈ નહીં રોકી શકે, રૈનાએ આપ્યો ચેમ્પિયન બનવાનો એજન્ડા
2011માં ભારતની ક્રિકેટ ટીમે જલવો બતાવીને દુનિયાને પોતાનો દમ બતાવી દીધો હતો. એ વખતે સુરેશ રૈના પણ ટીમમાં ખેલાડી રહી ચૂક્યાં હતા અને આ વખતની ટીમ માટે એનું માનવું એવું છે કે, આપણી પાસે એ બધુ છે કે જે એક ચેમ્પિયન ટીમને જરૂર હોય. આ વખતે ટીમની દરેક પરિસ્થિતિ સંભાળી શકે એવા ખેલાડી છે.
આગળ વાત કરતા જણાવે છે કે, આપણી પાસે સારા ઓપનર છે કે જે અંત સુધી ક્રિજ પર ટકી રહે. તો ઘણા ઓલરાઉન્ડર પણ છે. ઓલ વર્લ્ડ કપ ક્લાશ ફિનિશર છે તો બહુમુખી પ્રતિભા ધરાવતો બોલિંગ અટેક પણ છે. આ એવી ટીમ છે કે જેણે પહેલા પરિણામ આપ્યાં છે. આ વખતે પણ વિજયી તિરંગો લહેરાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. રમવાની વાતમાં આપણે બીજાથી ઘણા આગળ છીએ. આપણા 5 ખેલાડી એવા છે કે જે આઈસીસીની રેન્કિંગમાં ટોપ-20માં છે. તેમણે આગળ એમ પણ કહ્યું કે આપણા ટોપ ખેલાડીને લાંબા સમય સુધી ક્રિઝ પર ટકી રહેવું પડશે.
રૈનાએ બોલિંગ વિશે કહ્યું કે આપણે અત્યારે બોલિંગ બાબતે ઘણુ સારૂ કરી રહ્યાં છે. વિજય શંકર વિશે કહ્યું કે વધારે કંઈ ખબર નહીં પણ આશા છે કે એ નંબર ચાર પર વધારે સારૂ પરફોર્મન્સ આપી શકશે. પછી બેટિંગ વિશે વાત કરી કે આપણી પાસે ધોની અને હાર્દિક પંડ્યા પણ છે કે જે રમતને પોતાનાં પક્ષમાં કરી શકે છે. પછી હાર્દિક પંડ્યા વિશે રૈનાએ કહ્યું કે તે એવો ઓપનર છે કે જે અંત સુધી ક્રિજ પર ટકી રહે. રૈનાને હાર્દિક પાસે પણ વધારે અપેક્ષા છે.
રૈનાએ સ્પીન બોલરો વિશે કહ્યું કે જો વાતાવરણ સારૂ રહ્યું તો સ્પીન બોલરોને ફાયદો થશે. રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદનની જોડીનું કોમ્બિનેશન ભલભલાની ગેમ ફેરવી નાખવા માટે પૂરતી છે. આ બોલરોએ કેટલીય સફળતાઓ અપાવી છે.
ધોની વિશે વાત કરતા રૈનાએ કહ્યું કે, ધોનીનો કોઈ તોડ નથી. આ વખતે એનો રોલ વધારે મહત્વનો છે. એનામાં જે ખાસ ગુણો અને વધારાનું જે ટેલેન્ટ છે એ ટીમને ફાયદો કરાવશે. આ પાંચ ખેલાડીને વધારે મહત્વ આપતા રૈનાએ નામ લીધાં કે, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, ઈમરા તાહિર, આન્દ્રે રસેલ અને ફાક ડુપ્લેસિસ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભારતને વર્લ્ડ કપ જીતતા કોઈ નહીં રોકી શકે, રૈનાએ આપ્યો ચેમ્પિયન બનવાનો એજન્ડા appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/suresh-raina-says-team-india-is-very-strong-contender-in-icc-world-cup/
via Best Gujarati News
0 Comments