ગુજરાત યુનિવર્સિટી બાદ હવે રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીનું પણ ભગવાકરણ થયું છે. જીટીયુના બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય તરીકે ભાજપ યુવા મોરચાના જનરલ સેક્રેટરી, એબીવીપીના વાઈસ પ્રેસિડેન્ટ સહિત નવા સાત સભ્યોની નિમણૂક કરી છે. હવે આ મંડળી શું ખેલ ખેલે છે અને કેવા પ્રકારનું વાતાવરણ આગામી સમયમાં જોવા મળશે ? તેની અટકળો શિક્ષણ જગતમાં ઉઠી છે.

જીટીયુની બીઓજીમાં સભ્યોની મુદત પુરી થઈ જતા નવા સભ્યો નિમવા માટે આચારસંહિતા ઉઠવાની રાહ જોવાતી હતી. આજે જીટીયુએ નોટિફિકેશન જાહેર કરીને ત્રણ વર્ષની મુદત માટે નવા સાત સભ્યોની નિમણૂક જાહેર કરી છે.  બોર્ડ મેમ્બર તરીકે રાજકોટના નેહલ શુકલની નિમણૂક કરાઈ છે.

તેઓ ભાજપ યુવા મોરચાના જનરલ સેક્રેટરી છે. શિક્ષણ બોર્ડમાં પણ હોદ્દો ધરાવે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટ અને એકેડેમિક કાઉન્સિલના મેમ્બર પણ છે. નેહલ શુકલ રાજકોટ ભાજપમાં વગદાર નેતા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેમનું ખાસ્સું વર્ચસ્વ છે. પોતાની ખાનગી કોલેજ પણ ધરાવે છે. કેતન મારવાડી રાજકોટ નજીક આવેલી મારવાડી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે.

તેમજ મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિ.ના એમડી છે. પ્રો.સી.એન.પટેલ મહેસાણાની સાર્વજનિક ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ છે અને એબીવીપીના વાઈસ પ્રેસિડેન્ટ હોવાનો એનએસયુઆઈએ દાવો કર્યો છે.

અમિત ઠાકરને રિપિટ કરાયા છે. તેઓ લોકમાન્ય બીએડ કોલેજના ડાયરેક્ટર છે અને ભાજપ યુવા મોરચાના સ્ટેટ સેક્રેટરી છે. આઈટી સેલના પ્રભારી છે. ટુરિઝમ વિભાગમાં ડાયરેક્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ગુજરાત યુનિવર્સિટી બાદ GTUનું પણ ભગવાકરણ, જાણો BoGમાં શું કરવામાં આવ્યું? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gtu-has-also-been-made-a-member-of-bjps-office-bearers-in-bjp-bog/
via Best Gujarati News

0 Comments