‘ફોન પાછો નહીં આપો તો ઘરેથી જતો રહીશ’ તેવી ધમકી કિશોરે આપી અને પછી…!!
નિર્ણયનગરના પંચરાહી સોસાયટીમાં રહેતો કિશોર નોકરીએથી આવીને મોબાઈલ ફોનમાં રચ્યો પચ્યો રહીને ગેમ રમે રાખતો હતો. પિતાએ ચાર દિવસ પહેલા પિતાએ ફોન લઈ લેતા ૧૬ વર્ષનો ચિન્ટુ ઘર છોડીને જતો રહ્યો હતો. પરિવારે વાડજ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ચિન્ટુના ગૂમ થવા અંગે ફરિયાદ કરી છે.
ચિન્ટુની ગેમ રમવાની આદતથી કંટાળી પિતાએ ફોન માંગતા તેણે લોક કરીને ફોન આપ્યો હતો. બાદમાં પિતાને ચીમકી આપી કે, મારો ફોન આપી દેજો નહી તો હું ઘરેથી જતો રહીશ. જો કે, બુધવારે મોડી સાંજે કિશોર તેના મિત્રના જ ઘરે હતો અને છેવટે ઘરે પાછો ફર્યો હોવાનું સત્તાવાર જણાવાયું હતું.
ગત શનિવારે સવારે નાનજીભાઈ છગનભાઈ રાવળ (ઉં,૫૪)એ તેમના પુત્ર ચિન્ટુ (૧૬)ની મોબાઈલમાં રચ્યાપચ્યા રહેવાની અને ગેમ રમવાની આદતને પગલે તેનો ફોન જોવા માંગ્યો હતો. ચિન્ટુએ ફોન લોક કરીને પિતાને આપ્યો બાદમાં ઘરેથી જતા રહેવાની ધમકી આપી હતી.
પિતા ફોન પરત ના કર્યા બાદમાં તેઓ પુત્રીને નોકરીના સ્થળે મુકવા ગયા અને બાદમાં લગ્નમાં જવાનું હોવાથી ઘરે પરત ફર્યા હતા. ચિન્ટુ જોવા ના મળતાં નાનજીભાઈએ ઘરમાં તપાસ કરતાં તે તિજોરીમાંથી કપડાં અને અન્ય સામાન લઈને જતો રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘ફોન પાછો નહીં આપો તો ઘરેથી જતો રહીશ’ તેવી ધમકી કિશોરે આપી અને પછી…!! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-father-who-left-home-taking-the-mobile-finally-returned/
via Best Gujarati News
0 Comments