તક્ષશિલા અગ્નિકાંડે દેશભરમાં સુરતને ચર્ચાની એરણે ચઢાવી દીધું છે. આગનું કારણ અને જવાબદારો અંગે જુદી જુદી એજન્સીઓ તપાસ કરી રહી છે. આ એજન્સીઓની પ્રાથમિક તપાસમાં એક એવો કોમન સૂર બહાર આવ્યો છે, કે બિલ્ડીંગની બહાર લગાવાયેેલા મોટા બેનર્સના કારણે આગ વધુ ભકડી અને વિકરાળ બની.

એક તરફ આ બેનર આગમાં મોટી ખૂંવારી માટે કારણભૂત બન્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે, ત્યાં બીજી તરફ આ બેનર્સ આગમાં ફસાયેલા પૈકી કેટલાક માટે જીવન દોર પણ સાબિત થયા છે. આવો જ એક વિદ્યાર્થી છે ઋષિત.

અગનજ્વાળામાં ચોમેરથી ઘેરાયા બાદ ચોથા માળેથી કૂદેલો વિદ્યાર્થી ઋષિત બોર્ડ-બેનરમાં ફસાઇ જતા બચી ગયો હતો. બોર્ડમાં ફસાવાને કારણે નીચે પડવાની તીવ્રતામાં ઘટાડો થયો હતો, તેથી, તેને માથામાં સામાન્ય ઇજા
થઇ હતી.
તક્ષશિલા આર્કેડમાં દુર્ઘટનામાં બિલ્ડિંગ પરથી ભૂસકો મારનાર ઋષિત વેકરિયા પ્રથમ વિદ્યાર્થી હતો. નસીબનો બળિયો ઋષિત નીચેના માળે લાગેલા બેનર અને સાઇન બોર્ડમાં ફસાઇ ગયો હતો. બોર્ડ-બેનરમાં ફસાતા-ફસાતા નીચે પટકાયો હતો તેથી, તેના માથામાં ઇજા થતા બેભાન થઇ ગયો હતો.

બેભાન ઋષિતને પી.પી. સવાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આઇસીયુમાં બે કલાક બાદ તે ભાનમાં આવ્યા હતો. ભાનમાં આવ્યા બાદ તેણે પિતાનો મોબાઇલ નંબર જણાવતા પિતાને જાણ કરવામાં આવી હતી. પિતા અરુણભાઇ ૧૦ મિનિટમાં હોસ્પિટલમાં દોડી ગયા હતાં.

પુત્રને પથારીમાં જોઇને તેઓ ડરી ગયા હતાં. તે ભાનમાં હોવાથી થોડો હાશકારો થયો હતો, પરંતુ, સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવતા તેણે રાહતનો શ્વાસ લીધો હતો. મંગળવારે તેને પી.પી. સવાણી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

૧૨ સાયન્સમાં ઋષિતના ૮૫ ટકા આવ્યા   
ઋષિતને ૧૨ સાયન્સ પછી આર્કિટેક્ટમાં એડમિશન મેળવવું હતું, તેથી, તે તક્ષશિલા આર્કેડમાં નાટાની તૈયારી કરવા જતો હતો. હાલમાં જાહેર થયેલા બોર્ડના પરિણામમાં ઋષિતને ૮૫ ટકા આવ્યા હતાં. તેના પિતા અરુણભાઇ હીરાનો વ્યવસાય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સુરતનું તક્ષશિલા સળગ્યું એક બેનરથી…બીજું ઋષિત માટે બન્યું જીવતદાનની નિસરણી appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surats-takshashila-burned-with-a-banner-another-rituals/
via Best Gujarati News

0 Comments