ગૃહિણીઓમાં કાળો કકળાટ: લીલા શાકભાજીમાં અસહ્ય ભાવ વધારો, જાણો તમામ વસ્તુઓના ભાવ
ઉનાળામાં લીલા શાકભાજી ઓછી આવકના કારણે ભાવ આસમાને પહોંચવાથી ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે. શાકભાજી મોંઘા, કઠોળ મોંઘા, કેરી પણ મોંઘી તો ખાવું શું ? તેવો પ્રશ્ન લોકોમાં ઉઠયો છે.
લીલા શાકભાજીની સાથે રસોઈને સ્વાદિષ્ટ બનાવવા વપરાતા લીંબુ, ટામેટા અને આદુના ભાવમાં પણ વધારો આવ્યો છે. રૂ.૧૫ના કિલો મળતા ટામેટાના રૂ.૭૫ કિલો થયા છે. ઉનાળામાં દર વખતની માફક લીંબુના ભાવ રૂ.૧૨૦ થી ૧૪૦ અને આદુ રૂ.૧૫૦નું કિલો થયો છે. લીલા શાકભાજીમાં રૂ.૪૦થી ૬૦નો ઉછાળો જોવા મળ્યો છે.
લીલા શાકભાજી રૂ.૬૦થી રૂ.૮૦ના કિલો હતા તે વધીને રૂ.૮૦થી ૯૦ સુધી પહોંચ્યા છે. જેના લીધે ગુજરાતી થાળીમાંથી દાળ ઉપરાંત લીલા શાકભાજી ગાયબ થયા છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતાં થોડા વધે પરંતુ બમણાં થાય નહીં.
શાકભાજીનો ભાવ પ્રતિ કિલો
શાકભાજી જૂનો નવો
સરગવો રૂ.૩૦ ૭૦
ટામેટા રૂ.૧૫-૨૦ ૭૫-૮૦
ટીંડોરા રૂ.૫૫ ૯૦
રવૈયા રૂ.૩૦ ૬૦
પરવળ- રૂ.૪૦ ૯૦
પાલક રૂ.૨૦ ૫૫
દેશી મરચાં રૂ.૨૦ ૯૫
લીંબુ રૂ.૨૫ ૧૪૦
દૂધી રૂ.૧૫ ૪૫
ડુંગળી રૂ.૧૬ ૧૮
દેશી કાકડી રૂ.૩૫ ૮૫
ચોળી રૂ.૫૫ ૮૦
ભીંડા રૂ.૫૦ ૮૦
આદુ રૂ.૪૫ ૧૫૦
બટાકા રૂ.૧૫ ૨૫
કોબીજ રૂ.૪૦ –
કોથમીર રૂ.૫૦ –
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગૃહિણીઓમાં કાળો કકળાટ: લીલા શાકભાજીમાં અસહ્ય ભાવ વધારો, જાણો તમામ વસ્તુઓના ભાવ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-grow-intense-price-in-green-vegetables-know-prices-of-all-things/
via Best Gujarati News
0 Comments