રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી સ્ટેટ વિજિલન્સની ટીમ રાજસ્થાનથી દારુ ભરેલી ટ્રક લઇ મંગળવારે પોણા સાત વાગ્યે ગુજરાતમાં દોડી આવી હતી તેનો પીછો કરતા રાજસ્થાન પોલીસે વિજિલન્સની ટીમને પકડી પાડી હતી.

જોકે આખરે આ ટ્રકને ખોરજ પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરી છોડી દેવાનો વારો આવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી વિજિલન્સની ભુમિકા શંકાસ્પદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

રાજસ્થાન પોલીસે આક્ષેપો કર્યા હતા કે, દારુનો કેસ કરીને સારી કામગીરી બતાવવા સ્ટેટ વિજિલન્સની ટીમ રાજસ્થાનથી દારુનો ટ્રક ગુજરાતમાં લેતી આવી હતી. રાજસ્થાન પોલીસે તો લૂંટનો ગુનો દાખલ કરવાની પણ ચીમકી આપી હતી. બીજી તરફ શંકાસ્પદ ભૂમિકા બહાર આવતા રાજ્ય પોલીસ વડા અને વિજિલન્સ ઉચ્ચ અધિકારીઓ ઘટના અંગે કંઇ પણ બોલવા તૈયાર નથી.

રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાના સીધા માર્ગદર્શન હેઠળની સ્ટેટ વિજિલન્સની ટીમ મંગળવારે પોણા સાત વાગ્યે રાજસ્થાનથી દારુ ભરેલી ટ્રક ગુજરાતમાં લઇ આવતા રાજસ્થાન પોલીસ તેમનો પીછો કરી તેમને રાજસ્થાનની હદમાં જ પકડી પાડયા હોવાનો ઘાટ ઘડાયો હતો.

બાદમાં દારુ ભરેલી ટ્રક અંગે ખોરજ પોલીસ સ્ટેશનમાં નોંધ કરી જવા દેવી પડી હતી. જોકે કે તે સમયે રાજસ્થાન પોલીસે ગુજરાતની વિજિલન્સ ટીમ સામે ગુનો દાખલ કરવાની ચીમકી પણ આપી હતી. જેથી વિજિલન્સ ઉચ્ચ અધિકારીઓ તેમને રીતસર કરગર્યા હતા એટલે મામલો થાળે પડયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જોકે લાંબા સમયથી વિજિલન્સની કામગીરી શંકાસ્પદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અમુક અધિકારીઓ બુટલેગરોના કહેવાથી ચોક્કસ બુટલેગરોનો દારુ પકડતા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post DGની કામગીરી દેખાડવા વિજિલન્સની ટીમ રાજસ્થાનથી દારૂની ટ્રક લાવી, આ રીતે થયો પર્દાફાશ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/vigilance-team-to-bring-a-liquor-truck-from-rajasthan-to-show-the-performance-of-the-dg/
via Best Gujarati News

0 Comments