અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને રૂ.૭૫૦ કરોડના ખર્ચે વીએસ પરિસરમાં એસવીપી હોસ્પિટલ ઉભી કરી છે જેનું લોકાર્પણ કર્યાને ચાર મહિનાથી જેટલો સમય વીતી ચૂક્યો છે પણ સંપૂર્ણપણે એટલે કે, તમામ બેડ કાર્યરત થઇ શક્યા નથી.

હાલમાં ૧૦ વોર્ડના ૩૦૦ બેડ અને ૧૦૦ આઇસીયુ બેડ હાઉસફૂલ થઇ ચૂક્યા છે જેથી સ્થિતિ એવી થઇ છે કે, નવા દર્દીઓ આવે તો તેમને દાખલ કરવામાં આવી રહ્યાં નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૮ દ્વારા નવા ૧૦ દર્દીઓને લાવવામાં આવ્યા હતા પણ બેડ ખાલી ન હોવાથી તેમને પરત મોકલાયા હતા જેઓને અન્ય હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જુની વીએસ હોસ્પિટલના ૧૧૫૫ બેડ ઘટાડી ૫૦૦ કરી દેવાનો નિર્ણય કરાયો છે પણ હાલ તો વીએસ હોસ્પિટલના તમામ સિનિયર અને સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોને નવી એસવીપી હોસ્પિટલમાં ખસેડી દેવાયા છે.

જેની વીએસ હોસ્પિટલમાં નવા દર્દીઓ દાખલ થઇ રહ્યાં નથી માત્ર ઓપીડી ચાલતી હોવાની ફરિયાદો છે જ્યારે ગત જાન્યુઆરી ૨૦૧૯માં નવી એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતુ પણ તે ૧૬૦૦ બેડ કાર્યરત થઇ શક્યા નથી.

જેથી ૧૦૦ આઇસીયુ બેડ તથા અન્ય ૧૦ વોર્ડના ૩૦૦ બેડ ભરાઇ જતા નવા દર્દીઓને દાખલ ન કરાતા હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે જોકે, આ મુદ્દે મ્યુનિ.ના અધિકારીઓ કંઇ બોલવા તૈયાર નથી.

SVPVSમાં ફરજ બજાવતાં ૧૭ તબીબને ટીબી

શહેરની એસવીપી હોસ્પિટલ તથા વીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ૧૭ ડોક્ટરોને ટીબી થયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. દર્દીઓની સેવામાં કાર્યરત રહેતાં ડોક્ટર જ બિમાર પડી રહ્યાં છે.

છેલ્લા લાંબા સમયથી ૧૭ ડોક્ટરો ટીબીથી પિડાઇ રહ્યાં છે જેમાં પીડિયાટ્રીક વિભાગમાં બે, મેડિસિનમાં સાત, એનેસ્થેસિયામાં બે, સર્જરી વિભાગમાં ત્રણ ડોક્ટર ટીબીની ઝપેટમાં આવી ચૂક્યા છે. ચાર ડોક્ટર અત્યંત ગંભીર કહેવાય એવા ટીબી એટલે કે, એમડીઆરથી પીડિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શહેરની જાણીતી હોસ્પિટલમાં 1600 બેડની સુવિદ્યા, તેમ છતાં 24 કલાકમાં આટલા દર્દીઓ ગયા પાછા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-svp-hospital-1600-bed-10-patients-were-removed-without-treatment-in-24-hours/
via Best Gujarati News

0 Comments