ધોરણ.૯ અને ૧૧માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો રિ-ટેસ્ટ લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ તઘલખી નિર્ણયના કારણે, વિદ્યાર્થીઓ સાથે ભારે અન્યાય થવાની શક્યતાઓ વધી જશે.

આગામી સમયમાં હવે ધોરણ.૯ અને ૧૧માં નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળશે. નિષ્ણાંતોના જણાવ્યાં પ્રમાણે, ૧૦૦ ટકા ડ્રોપ આઉટ રેસિયાનો સિદ્ધાંત સર કરવા માટે સરકારે આ નિર્ણય લઈ વિદ્યાર્થીઓ સાથે ભારે અન્યાય કર્યો છે. આ નિર્ણયના કારણે, હજારો વિદ્યાર્થીઓ-વાલીઓની હેરાનગતિ વધી જશે.

સરકાર ખુદ એવુ કહે છે કે, રાજ્યના ૧૮થી ૨૦ ટકા બાળકો એવા છે કે, જેઓ વાંચી-લખી શકતા નથી. બીજી તરફ પ્રાથમિક શાળામાં અત્યાર સુધી વિદ્યાર્થીને નાપાસ કરવામાં આવતા નહોતા જેના કારણે શૈક્ષણિક સ્થિતિ કથળી ગઈ હતી. જેથી પ્રાથમિકમાં નાપાસ કરવાનો નિર્ણય લેવાયો હતો.

બીજી તરફ ધોરણ.૯ અને ૧૧માં જે વિદ્યાર્થી નાપાસ થાય છે, તે ભણવામાં નબળા જ હોય છે, માટે નાપાસ થાય છે. પરંતુ હવે એવા વિદ્યાર્થીઓને પણ નાપસ કરવામાં આવશે, કે જેઓની ફી બાકી હશે, વર્ગ શિક્ષક પાસે અથવા તો તેના કહ્યા પ્રમાણેના ટયુશન ક્લાસિસમાં ટયુશન નહી જાય તેમજ ન ગમતા વિદ્યાર્થીઓને નાપાસ કરવાની સજા કરાશે અને બાદમાં આ તમામ પ્રશ્નોનુ નિરાકરણ લાવી રિ-ટેસ્ટમાં પાસ કરવાનું આખુ એક કારસ્તાન ઉભુ થશે તેવો એક બોર્ડ મેમ્બરે મત રજૂ કર્યો હતો. જોકે આ રિ-ટેસ્ટ ૧૦ જૂન સુધી પૂર્ણ કરી ૧૫મી જૂન સુધી પરિણામ આપી દેવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સ્કૂલોમાં સર્વગ્રાહી મૂલ્યાંકન કરાતુ હતુ જેમાં રિ-ટેસ્ટની જોગવાઈ હતી, પરતુ ટયુશનિયા શિક્ષકોના કારણે આ સર્વગ્રાહીં મૂલ્યાંકન જ બંધ કરી દેવાયુ. તેમ છતાં ફરીથી આ નિર્ણયથી દુષણ શરૂ થશે.

સેંટ ઝેવિયર્સ સામે કાર્યવાહી ટાળવા નિર્ણય  

શહેરના નવરંગપુરા વિસ્તારની સેંટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા ધોરણ.૧૧ સાયન્સના નાપાસ થયેલા ૫૨ જેટલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટ લીધી હતી. રિ-ટેસ્ટ લીધા બાદ ૨૩ વિદ્યાર્થીઓ નાપાસ કરાતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અને મામલો ડીઈઓ કચેરીમાં પહોચ્યો હતો.

જેમાં ડીઈઓએ બોર્ડને તપાસ રિપોર્ટ મોકલી સ્પષ્ટપણે જાણ કરી હતી કે, રિ-ટેસ્ટ લેવાની જોગવાઈ ના હોવા છતાં સ્કૂલે રિ-ટેસ્ટ લીધી છે. જેથી આ સ્કૂલ સામે કાર્યવાહી ના કરવી પડે તેના માટે સરકારે આખા રાજ્યમાં આ નિયમનો અમલ કરાવી દીધો છે.

પરંતુ સવાલ એ થાય છે કે, નિર્ણય લેવાયો તે પહેલા સેંટ ઝેવિયર્સે નિયમનું ઉલ્લંઘન કર્યું છે તો આ સ્કૂલને કોના ઈશારા હેઠળ બોર્ડ સાવરી રહ્યુ છે તેવા સાવરી રહ્યું છે તેવા સવાલો ઉઠયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સરકારનો તઘલખી નિર્ણય, ધોરણ- 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે આવી ગયા માઠા સમાચાર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-goverment-in-re-test-approval-in-standard-9-11/
via Best Gujarati News

0 Comments