પ્રેરણાદાયી કિસ્સો: માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને જાણો કોને સાસરે વળાવી
ગૂડ ન્યૂઝ । કોડીનાર તાલુકાના વેળવા ગામનો પ્રેરણાદાયી કિસ્સો
કોડીનાર તાલુકાના વેળવા નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર પાંચ બાળકો પૈકી મોટી પુત્રીના લગ્ન પ્રસંગે પરિવારની સાથે રહી ગ્રામજનોએ દીકરીને સાસરે વળાવી સમાજને પ્રેરણા આપી છે.
વેળવાના દીપુભાઈ ભીખાભાઈ બાંભણીયા ર૦૧૦માં માછીમારી દરમ્યાન દરિયામાં વાવાઝોડામાં મૃત્યુ પામ્યા હતા. ર૦૧૧માં તેના પત્ની શાંતિબેનનું બિમારીમાં અવસાન થતા ચાર દીકરીઓ પાયલ, પ્રિયા, મનિષા અને જલ્પા તેમજ એક દીકરા જીગતરે માતા-પિતાની છત્રછાંયા ગુમાવી હતી.
આ પૈકીની મોટી પુત્રી પાયલના લગ્ન વેલણ ગામના પ્રતાપભાઈ વંશના પુત્ર નિલેશ સાથે યોજાયા હતા. ગામમાં લગ્ન પ્રસંગ ખુબ ઉત્સાહ હતો. તમામ ગ્રામજનોએ હાજર રહી લગ્ન પ્રસંગ ઉજવ્યો હતો.
જેમાં ગ્રામજનોએ આર્થિક સહયોગ પણ આપી પ્રેરણા આપી હતી. વિદાય વેળાએ પાયલ માતા પિતાના ફોટા પાસે આવી રડવા લાગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post પ્રેરણાદાયી કિસ્સો: માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને જાણો કોને સાસરે વળાવી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/all-of-the-girls-who-losered-the-mothers-fathers-shoulder-in-a-small-age/
via Best Gujarati News
0 Comments