ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યસભા અને લોકસભાના તમામ સાંસદો, કેટલાક મંત્રીઓ ઉપરાંત રાજ્યના આમંત્રિત શ્રેષ્ઠીઓ આજે ગુરુવારે નવી દિલ્હી પહોંચી પદનામિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના મંત્રીમંડળના શપથવિધિમાં ભાગ લેશે.

સીએમ રૃપાણી તથા ડે.સીએમ નીતિનભાઈ રાજ્ય સરકારના પ્લેન દ્વારા ગુરુવારે બપોરે 1 વાગે નવી દિલ્હી જશે અને મોદી સરકારના બીજીવારના સોંગધવિધિમાં જોડાશે. આ બંને મહાનુભાવો મોડી રાત્રે જ ગાંધીનગર પરત આવશે, એમ સત્તાવાર રીતે જણાવાઈ રહ્યું છે.

ગાંધીનગરના સૂત્રો કહે છે કે, શપથવિધિમાં હાજર રહેવા માટે રાજ્યના ઉદ્યોગજગતના શ્રેષ્ઠીઓ યાદ રાખીને આમંત્રણ અપાયા છે, એવી જ રીતે તમામ સાંસદો પણ આદેશના પગલે ગુરુવારે સવારે દિલ્હી પહોંચી રહ્યાં છે. શક્ય છે કે જે સાંસદોને મંત્રી બનાવવાના છે, એમને બુધવારે મોડી રાત્રે કે વહેલી સવારે જાણ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદીની શપથવિધીમાં ગુજરાતના કયા ભાજપી નેતાઓ જશે દિલ્હી, બપોરે 1 વાગ્યે પહોંચશે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-bjp-leaders-will-go-to-modis-swearing-in-delhi/
via Best Gujarati News

0 Comments