કોંગ્રેસ સંકલન સમિતીની બેઠક મળી, જાણો આ વખતે EVM પર નહીં પરંતુ કોના પર ફૂટ્યું ઠીકરું
છેલ્લા ઘણા વખતની ચૂંટણીમાં થતી હારના કારણોની જેમ જ લોકસભા 2019માં થયેલી ભૂંડી હારનું ઠીકરૂ ગુજરાત કોંગ્રેસે અંતે EVM ઉપર જ ફોડ્યુ છે. પરંતુ આ વખતે EVM ઉપર દોષારોપણ કરવામાં કોંગ્રેસે 7 દિવસનો સમય લીધો છે.
23 તારીખે લોકસભાના આવેલા પરિણામ બાદ બુધવારે 29 તારીખે ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પોતાની હારના કારણો શોધવાની હતી. પરંતુ અંતે તો હારનું કારણે EVM જ બતાવવામાં આવ્યું છે.
લોકસભાના પરિણામના 7મા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સંકલન સમિતી બેઠક પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા બોલાવવામાં આવી હતી. જેમા ગુજરાતમાં કોંગ્રેસના સતત બીજી વખત થયેલા વાઈટવોશના કારણોની ચર્ચા કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની વિવિધ ચૂંટણીમાં થયેલી હારનું ઠીકરૂ EVM પર ફોડવામાં આવ્યું હતું તેમ આ રકાસનું દોષારોપણ પણ EVM ઉપર જ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સંકલન સમિતીએ ભાજપના ભ્રામક પ્રચારના કારણે કોંગ્રેસનો સફાયો થયાનું ગણાવ્યું હતું. તો અન્ય કારણ નવા મતદારો ભાજપ તરફ વધુ ખેંચાયા હોવાનું ગણાવ્યું હતું.
સામાન્ય રીતે વિધાનસભા કે લોકસભામાં ધાર્યું પરિણામ ન આવે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નૈતિકતાના ધોરણે હોદ્દાપરથી રાજીનામુ આપી દે તેવી પરંપરા જોવા મળી છે અને તેની ચર્ચા પણ સંકલન સમિતીની બેઠકમા થતી હોય છે.
પરંતુ બુધવારે મળેલી કોંગ્રેસની સંકલન સમિતીની બેઠકમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના રાજીનામા અંગે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી. અલબત્ત હારની જવાબદારી તમામ નેતાઓએ સ્વિકારી હોવાનું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસ સંકલન સમિતીની બેઠક મળી, જાણો આ વખતે EVM પર નહીં પરંતુ કોના પર ફૂટ્યું ઠીકરું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/wednesday-on-gujarat-congress-coordination-committee-meeting/
via Best Gujarati News
0 Comments