આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરુદ્ધ નોંધાવી FIR, એક્ટ્રેસના વકીલે આપી હતી ચીમકી
એક્ટર આદિત્ય પંચોલી અને એક્ટ્રેસ કંગના રનૌતની વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે સમયની સાથે-સાથે આ લડાઈ અને વિવાદ પણ વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ બન્ને બોલિવૂડ સિતારા જાહેરમાં એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. એ વાતની બધાને ખબર છે. પરંતુ જે લોકોને આ બન્નેના વિવાદની ખબર નથી એ લોકોને જણાવી દઈએ કે ઘણા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ ‘રેસ 2’ના એક્ટર આદિત્ય પંચોલી સામે જાતીય અને શારીરિક પજવણીના આરોપ લગાવ્યા હતા.
જ્યારે હવે મીડિયા રિપોર્ટ મુજબ થોડા દિવસ પહેલા આદિત્ય પંચોલીએ પણ કંગના રાનૌત વિરુદ્ધ FIR નોંધાવી છે. આ FIR દાયકા પહેલા કંગના અને તેની બહેન રંગોલી દ્વારા કરવામાં આવેલ એક ફરિયાદના જવાબમાં નોંધાવામાં આવી છે. જેમાં કહ્યું હતું કે એક્ટરે કંગનાની જાતીય અને શારીરિક પજવણી કરી છે.
પરંતુ હવે રિપોર્ટ પ્રમાણે આદિત્ય પંચોલીએ કંગના રનૌત સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. આદિત્યની ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે કંગનાના વકીલે આદિત્ય સામે રેપ કેસ ફાઇલ કરવાની ચીમકી આપી છે. આ ફરિયાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને આદિત્ય તરફથી વીડિયો અને ફોન રેકોર્ડિંગની ડિટેલ પણ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આદિત્ય પંચોલીએ કંગના રનૌત વિરુદ્ધ નોંધાવી FIR, એક્ટ્રેસના વકીલે આપી હતી ચીમકી appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/aditya-pancholi-filed-fir-against-actress-kangana-ranaut/
via Best Gujarati News
0 Comments