ઈન્કમટેક્સ કાયદા અંતર્ગત બેંકો, અને પોસ્ટ ઓફિસમાંથી મૂકેલી ફિક્સ ડિપોઝિટની રકમ પર મળતા વ્યાજ પર TDS લાગુ પડે છે. કેન્દ્ર સરકારે, રૂ. પાંચ લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા સિનિયર સિટીઝનોને બેંકો અને પોસ્ટ ઓફિસમાં ફોર્મ- ૧૫ H જમા કરાવીને ડિપોઝિટની વ્યાજની આવક પર TDS માફી મેળવી શકશે.

અત્યાર સુધી રૂ. ૨.૫ લાખથી વધુ આવક ધરવતા કરદાતાઓને એફડીના વ્યાજ પર TDS કપાત થતી હતી. આમ, સિનિયર સિટીઝનોએ નાણાંકીય વર્ષની શરુઆતમાં બેંકો, પોસ્ટ ઓફિસમાં ફોર્મ નં- ૧૫ H જમા કરાવવાનું રહેશે અને જેના લીધે તેમની વ્યાજની આવક પર TDS કપાશે નહીં. આ નિર્ણયને લીધે રીફંડ મેળવવા રિટર્ન ભરવાનું સરળ બનશે અને આઈ. ટી. વિભાગની વહીવટી કામગીરી ઘટશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ, તાજેતરમાં બેંકો અને પોસ્ટ ઓફિસ કે કંપનીઓમાં મૂકેલી ફિક્સ ડિપોઝિટ પર વ્યાજની આવક પર લાગુ પડતા TDS અંગે ફોર્મ -૧૫ H સંબંધિત નોટિકિકેશન જારી કરીને સિનિયર સિટીઝનોને રાહત પૂરી પાડી છે.

આમ, રુ. ૨.૫ લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા સિનિયર સિટીઝનોએ ભરવાના ફોર્મ ૧૫- H માં સુધારો કર્યો છે. બેંકો અને પોસ્ટ ઓફિસમાં મૂકેલી ફિક્સ ડીપોઝીટ પરના વ્યાજની આવક ઉપર ૧૦ ટકા TDS લાગુ પડે છે. વ્યાજની આવક પર TDSની કપાત ન થાય તે માટે ફોર્મ-૧૫ H ભરવું પડે છે.

નોન- સિનિયર સિટીઝન : અઢી લાખની મર્યાદા યથાવત્

બેંકો, પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટમાંથી મળતી વ્યાજની આવક પર TDS અંગે નોન- સિનિયર સિટીઝનોએ ફોર્મ ૧૫- G ભરવું પડે છે. CBDTએ, આ હેતુસર નોન સિનિયર સિટીઝનો માટે રુ. ૨.૫૦ લાખની આવકની મર્યાદામાં કોઈ ફેરફાર કર્યો નથી. કેન્દ્ર સરકારે, આવક મુક્તિ મર્યાદા વધારીને રુ.૫ લાખ કરી છે તેને ધ્યાનમાં લેતાં નોન- સિનિયર સિટીઝનો માટે હ્લ.ડ્ઢ.ના વ્યાજની આવક પર TDS કરવાની મર્યાદા વધારવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સિનિયર સિટીઝન્સને આનંદો, કેન્દ્ર સરકારે FDના વ્યાજ પર TDSમાં આપી મોટી રાહત appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/senior-citizens-pleasure-central-government-gives-big-relief-to-tds-on-fd-interest/
via Best Gujarati News

0 Comments