સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા સત્રમાં વિક્રમી સપાટીએ
। મુંબઈ ।
રિલાયન્સ અને ઇન્ફોસિસની આગેવાનીએ મંગળવારે શેરબજાર વધ્યું હતું અને સેન્સેક્સ તથા નિફ્ટી સતત ત્રીજા સત્રમાં વિક્રમી સપાટીએ બંધ થયા હતા. ઓટો, ઇન્ફ્રા અને પીએસયુ બેન્કના શેર્સમાં વેચવાલી તથા એનર્જી, આઈટી અને મેટલ શેર્સમાં ખરીદી જોવા મળી હતી.
દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૬૬.૪૪ પોઇન્ટ વધી ૩૯,૭૪૯.૭૩ અને નિફ્ટી ૪ પોઇન્ટ વધી ૧૧,૯૨૮.૭૫ પોઇન્ટ ઉપર બંધ થયા હતા.
રિલાયન્સમાં ૧.૨, ઇન્ફોસિસમાં ૨.૫, કોલ ઈન્ડિયામાં ૨.૭ અને પાવર ગ્રિડમાં ૧.૯ ટકા વધ્યા હતા. યસ બેન્ક, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક, ટીસીએસ અને ઇન્ફોસિસ વધ્યા હતા જ્યારે હીરો મોટો કોર્પ, એચડીએફસી, લાર્સન, કોટક મહિન્દ્રા બેન્ક અને ભારતી એરટેલ ઘટયા હતા.
જીઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.૫૦.૯૯ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. પીએનબીએ માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ.૪,૭૫૦ કરોડની ખોટ કરી હતી જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૧૩,૪૧૭ કરોડ હતી. આમ, બેન્કની ખોટમાં ધરખમ ઘટાડો થયો હતો. ઇન્સેક્ટિસાઇડ ઈન્ડિયાએ ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૮.૫ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો જે એક વર્ષ પૂર્વેના સમાન ગાળામાં રૂ.૭.૭ કરોડ હતો.
જેબીએમ ઓટોએ ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૩ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો જે ગયા વર્ષે સમાન ગાળાની સરખામણીમાં ૧૩.૪ ટકા વધુ હતો. માર્ચના પ્રોત્સાહક પરિણામે અદાણી ગેસનો શેર એક તબક્કે ૧૩ ટકા વધ્યો હતો. શેરનો ભાવ રૂ.૨૦ વધી રૂ.૧૬૩.૨૫ ઉપર બંધ થયો હતો. સિમેન્ટ કંપનીઓના શેર્સ છેલ્લાં બે સત્રમાં વધ્યા હતા અને અમુક કંપનીઓના શેર્સ બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો હતા. તેઓમાં એસીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને શ્રી સિમેન્ટનો સમાવેશ થતો હતો. આર્ચીઝે ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.૦.૩ કરોડની ખોટ કરી હતી કે જે સામે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૦.૩ કરોડનો નફો કર્યો હતો. શક્તિ શુગરે રૂ.૯૧.૬ કરોડની ખોટ કરી હતી કે જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૫૬.૨ કરોડ હતી.
ગૃહ ફાઇનાન્સ લિમિટેડે એફપીઆઈ માટે રોકાણની કુલ મર્યાદા ૨૪ ટકા ઉપરથી વધારી ૪૦ ટકા કરી હતી. જોકે આ બાબત આગામી એજીએમમાં શેરધારકોની મંજૂરીને આધીન છે. ચોથા ત્રિમાસિક ગાળાના પ્રોત્સાહક પરિણામે અદાણી ટ્રાન્સમિશનનો શેર ૩ ટકા વધ્યો હતો.
અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સ વધ્યા
રિલાયન્સ નિપ્પોન લાઇફનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવા રિલાયન્સ કેપિટલના એગ્રીમેન્ટ બાદ અનિલ અંબાણી ગ્રૂપની કંપનીઓના શેર્સ વધ્યા હતા. આર. કેપિટલ, આર. ઇન્ફ્રા, રિલાયન્સ નવલ, રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ પાવરના શેર્સમાં ૨થી ૧૨ ટકા વધારો જોવાયો હતો.
ડીએચએફએલના પ્રમોટર્સ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
ગૃહ બાબતોના મંત્રાલયે કંપનીના પ્રમોટર્સ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી હોવાના અહેવાલે ડીએચએફએલ (દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ)નો શેર એક તબક્કે ૩ ટકા ઘટયો હતો.
બેન્ક શેર્સમાં નફારૂપી વેચવાલી
બેન્ક નિફ્ટી શરૂઆતના કામકાજમાં ૩૧,૭૧૨ પોઇન્ટની નવી સપાટીએ પહોંચ્યો હતો પરંતુ પાછળથી નફારૂપી વેચવાલીને કારણે ઘટયો હતો. બેન્ક ઓફ બરોડા, એસબીઆઈ, પીએનબી, કોટક મહિન્દ્રા બેંક અને ફેડરલ બેન્કના શેર્સમાં ૧થી ૨ ટકા ઘટયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા સત્રમાં વિક્રમી સપાટીએ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/sensex-and-nifty-continuous/
via Best Gujarati News
0 Comments