ક્લિન ચિટ મામલે ECમાં મતભેદો આવ્યા સામે, CECનો કમિશનર લવાસાને જવાબ
લોકસભાની ચૂંટણી વચ્ચે જ ચૂંટણી પંચમાં આંતરીક મતભેદ સામે આવ્યા છે. આ મામલે મુખ્ય ચૂંટણી કમિશનરે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જરૂરી નથેહે કે પંચના તમામ સભ્યો એક જ વિચાર પર સહમત હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચ દ્વારા ક્લીન ચિટ આપવાના મામલે વિવાદ થયો છે.
સુનીલ અરોરાએ કહ્યું હતું કે, મીડિયાના કેટલાક ભાગમાં આજે આચાર સંહિતાના સંદર્ભે ચૂંટણી પંચના અંદરના કામકાજને લઈને એક એવા વિવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ટાળી શકાય તેમ હતો. મુખ્ય ચૂંટણી કમિશનર અરોરાએ એમ પણ કહ્યું હતું કે, સાર્વજનિક ચર્ચાથી ક્યારેય સમસ્યા નથી પણ કેટલીક બાબતોનો સમય હોય છે.
શું છે આખો વિવાદ
કેટલાક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણી કમિશ્નર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને એક પત્ર લખ્યો છે. લવાસાના આ પત્રમાં માંગણી કરવામાં આવી છે કે, 3 સભ્યોના પંચમાં જો કોઈ મુદ્દે કોઈ સભ્યના વિચાર જુદા છે, તો સંબંધિત આદેશમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવે. લવાસા ઈચ્છે છે કે, એ પ્રકારે સુપ્રીમ કોર્ટના આદેશમાં બેંચના જજોના જુદા જુદા વિચારોને સ્પષ્ટ કરવામાં આવે છે, તેવું જ કંઈક ચૂંટણી પંચ મામલે પણ થાય. ઉલ્લેખનીય છે કે, લવાસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપો પર ક્લિન ચિટને લઈને બાકીના 2 સભ્યોનો મત અગલ હતો. તેઓ ઈચ્છતા હતાં કે તેમની અસહમતિને પણ નોંધમાં લેવામાં આવે. મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, તેમની માંગણીના હિસાબે વ્યવસ્થા ના બને ત્યાં સુધી તેઓ ચૂંટણી પંચની બેઠકોમાં શામેલ નહીં થાય.
ચૂંટણી પંચમાં મતભેદના અહેવાલો બાદ CECએ આપ્યું નિવેદન
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાના કથિત પત્રના હવાલાથી ચૂંટણી પંચમાં આંતરીક ઘમાસાણના અહેવાલ સામે આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનરે એક નિવેદન જાહેર કરવું પડ્યું છે. વિવાદ ટાળી શકવા યોગ્ય ગણાવતા અરોરાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશભરમાં તમામ મુખ્ય ચૂંટણી અધિકારી અને તેમની ટીમ રવિવારે યોજાનારા અંતિમ ચરણના મતદાનની તૈયારીમાં લાગી ગઈ છે, અને 23મીએ મતગણતરી પણ છે.
CEC Sunil Arora issues statement on EC Ashok Lavasa's purported letter to him: The 3 members of EC are not expected to be template or clones of each other, there have been so many times in the past when there has been a vast diversion of views as it can, and should be. (1/3) pic.twitter.com/cAAvcHIA44
— ANI (@ANI) May 18, 2019
સૂત્રોના જણાવ્યા અનુસાર, લવાસાએ વડાપ્રધાનના ચાર ભાષણો અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ભાષણને ક્લિન ચીટ આપવાના મામલે અસહમતિ દર્શાવી હતી. ફૂલ કમિશન (મુખ્ય ચૂંટણી પંચ સહિત બે અન્ય કમિશન)ની મીટિંગમાં 2:1ના નિર્ણયથી મોદીને ક્લિન ચીટ આપવામાં આવી હતી. અન્ય કમિશનરોને આ નેતાઓના ભાષણમાં આચાર સંહિતાના ઉલ્લંઘન જેવી કોઇ બાબત જોવા મળી નહતી.
Chief Election Commissioner Sunil Arora issues statement on EC Ashok Lavasa's purported letter to him, says, 'an unsavory and avoidable controversy reported in sections of media today about internal functioning of ECI in respect of handling of Model Code of Conduct.' (3/3) pic.twitter.com/yuRxOHMaGL
— ANI (@ANI) May 18, 2019
ચૂંટણી આયોગે 4 મેના રોજ કહ્યું હતું કે, મોદીએ ગુજરાતના પાટણમાં 21 એપ્રિલના રોજ થયેલી ચૂંટણી રેલી દરમિયાન આપેલા ભાષણમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કર્યુ. મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને સુરક્ષિત મુક્ત કરવા પાકિસ્તાનને ઝૂકાવી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ક્લિન ચિટ મામલે ECમાં મતભેદો આવ્યા સામે, CECનો કમિશનર લવાસાને જવાબ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/cec-sunil-arora-has-issued-a-statement-on-ec-ashok-lavasas-purported-letter-to-him/
via Best Gujarati News
0 Comments