ટ્રાન્સપેક ઇન્ડ. કેસના ફરિયાદીનું CRPC ૧૬૪ મુજબ નિવેદન લેવા માટે તૈયારી
। વડોદરા ।
પાદરાના એકલબારાની ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિ. વિરુદ્ધ ધડાકા કેસમાં ફરિયાદ કરનાર પ્લાન્ટ ઓપરેટરનું મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસી ૧૬૪નું નિવેદન પોલીસ લે તેવી શક્યતા છે. આ કાર્યવાહીથી ફરિયાદ વધુ મજબૂત બનશે. પાદરા એકલબારાની ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિ.ના એસીએલ-૬ પ્લાન્ટમાં સાત દિવસ અગાઉ રિએક્ટરમાં પ્રેશર વધતા થયેલા ધડકાથી પાંચ કર્મચારીઓને ઈજા થઈ હતી. બે દિવસ બાદ પાદરા પોલીસે પ્લાન્ટ ઓપરેટર ચિરાગભાઇ બાબુભાઇ ડામોરની ફરિયાદને આધારે મેનેજમેન્ટ તથા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે અત્યારસુધી ગુના સંદર્ભે ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ આર.બી.શેટ્ટી, પ્લાન્ટ મેનેજર દેશપાંડે, સિનિયર ઓફિસર મનન જોષી, મેન્ટેનન્સના સિનિયર ઓફિસર અશ્વિન પટેલ, એચઆર મેનેજર જિગર શાહ અને પ્લાન્ટ ઓપરેટર કૌશીક પટેલ સહિત એક ડઝન જેટલા વ્યક્તિઓની પુછપરછ કરી છે. હવે ધડાકા પ્રકરણમાં ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રિઝના મેનેજિંગ ડિરેક્ટર અતુલ શ્રોફ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સઓની પુછપરછનો રાઉન્ડ શરૂ થશે.
મેન્ટેનન્સ છેલ્લાં ક્યારે થયું તે અધિકારીને પણ યાદ નથી ?
ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રિઝના પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ છેલ્લે ક્યારે કરવામાં આવ્યું ? તે જવાબદાર અધિકારીને પણ યાદ નથી. પોલીસ પણ મેન્ટેનન્સનો રેકર્ડનો અભ્યાસ કરવામાં જોતરાઈ છે. ટ્રાન્સપેક ઇન્ડ. દ્વારા ગત વર્ષે લેવાયેલી એક વિઘા જમીનના સોદા અંગે પણ ખેડૂતના પુત્ર બળવંતસિંહ પઢીયારે આક્ષેપ કર્યાં છે. પાદરાના પીએસઆઇ અમિત ગઢવી અને સિક્યોરિટી ઓફિસર ચૌહાણે બંદૂક બતાવવાની અરજી સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ કર્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્રાન્સપેક ઇન્ડ. કેસના ફરિયાદીનું CRPC ૧૬૪ મુજબ નિવેદન લેવા માટે તૈયારી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/transpeak-ind-case-fur/
via Best Gujarati News
0 Comments