યુવકે ઝેરી દવા પીધી, સારવારના બદલે દોરા-ધાગા કરાવતા આખરે મૃત્યુ મળ્યું
। લીંબડી ।
દેશ ૨૧મી સદીમાં જવા અને સુપરપાવર બનવા તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર હજુ પણ અંધશ્રધ્ધાના વમળમાં ફસાયેલો છે. ચોટીલા તાલુકાના ગુંદા ગામે ઝેરી દવા પી જનારા યુવકને સારવાર માટે હોસ્પિટલે લઈ જવાના બદલે ધાર્મિક સ્થળે દોરા-ધાગા કરાવવા લઈ ગયા હતા. પરંતુ સારું નહીં થતાં જ્યારે હોસ્પિટલે લઈ ગયા ત્યારે મોડું થઈ ચૂક્યું હોય યુવકનું મોત નિપજ્યું હતું. ચોટીલા તાલુકાના ગુંદા ગામના જીવરાજ બચુભાઈ રાઠોડ (ઉ.વ.રપ)એ ગત તા.૧૩ મેના રોજ અગમ્ય કારણોસર પોતાની વાડીએ કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. સવારે જીવરાજ ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ વાડીએ તપાસ કરી હતી. જ્યારે જીવરાજે કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હોવાની ખબર પડી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો જીવરાજને હોસ્પિટલે લઈ જવાને બદલે વાંકાનેર તાલુકાના પલાસા ગામે એક ધાર્મિક જગ્યામાં ભૂવા પાસે દોરા-ધાગા કરવા લઈ ગયા હતા. દોરા-ધાગા કર્યા પછી યુવકને સારું થઈ ગયાનું માનીને પરિવાર તેને ગંદા લઈ આવ્યા હતા. ગુંદા ગામે લાવ્યા બાદ જીવરાજને રાત્રિના ૩ કલાકે ઉલટી થતા પરિવારના સભ્યો બેબાકળા થઈને તાત્કાલીક રાજકોટ સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે જીવરાજને મૃત જાહેર કર્યો હતો. બામણબોર પોલીસે રાજકોટ હોસ્પિટલે દોડી જઈ પીએમ કરાવી, અકસ્માતે મોત દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સારવારના બદલે દોરા-ધાગામાં સમય વેડફ્યો
૧૩મીની રાત્રિના યુવકે ઝેરી દવા પીધી હોવાની જાણ ૧ર કલાકે પરિવારને થઈ હતી. છતાં પરિવાર સવારે ૮-૩૦ થી ૧ર સુધી દોરાધાગા કરવામાં સમય વેડફયો હતો. બપોરના ૧ર થી રાત્રિના ૩ વાગ્યા સુધી સારવાર નહીં મળવાના કારણે યુવક અંધશ્રધ્ધાના ખપ્પરમાં હોમાય જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post યુવકે ઝેરી દવા પીધી, સારવારના બદલે દોરા-ધાગા કરાવતા આખરે મૃત્યુ મળ્યું appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/juvenile-drug-drinking-treatment/
via Best Gujarati News
0 Comments