નર્મદાની દુર્દશાથી સુપ્રીમ કોર્ટ ખફા કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ
। ભરૂચ ।
ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિએ સુકીભઠ બનેલી નર્મદા નદીને ૧૬૧ કિ.મી.માં પુનઃ વહેતી કરવા સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. બંને સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન સ્વીકારી કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારના મંત્રાલયો અને નિગમો સામે નોટિસ જારી કરી જવાબો માગ્યા છે.
ભરૂચમાં નર્મદા નદીએ તેનં અસ્તિત્વ ગુમાવી દેતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નહીં છોડાતા હાલ ૧૬૧ કિ.મી.માં નદી સૂકીભઠ બની ખારપટમાં ફેરવાઈ રહી છે જે સંદર્ભે ભરૂચની સ્વૈચ્છિક સંસ્થાઓ નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતી અને ભરૂચ સિટીઝન કાઉન્સીલે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલમાં પિટિશન દાખલ કરી હતી જો કે એનજીટીમા કોઈ યોગ્ય નિકાલ ન આવતા આખરે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા પીટીશન સ્વીકારી લાગતા વળગતા રાજય અને કેન્દ્રના વિવિધ વિભાગોને નોટિસ જારી કરી જવાબો મંગાવ્યા છે.ભરૂચમાં વહેતી નર્મદા નદી હાલ સફેદ રણ સમાન ભાંસી રહી છે. દરિયાના ખારા પાણીનું નદીમાં સામ્રાજય ફેલાઈ રહ્યુ છે. નર્મદા નદી સુકાઈ જતા માછીમારો, ખેડૂતો, પ્રવાસન, ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારો, જિલ્લાના ઉદ્યોગો અને પ્રજા નદીના પાણી લુપ્ત થતા હાલ કપરી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. જેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્રના વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગ, નર્મદા કંટ્રોલ ઓથોરીટી, જળ સંશાધન અને રીવર ડેવલપમેન્ટ વિભાગ, સરદાર સરોવર, નર્મદા નિગમ, ગુજરાત સરકારના પાણી સંશોધન અને જળવિતરણ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી, પ્રદુષણ નિયંત્રણ બોર્ડને નોટીસ આપી જવાબો માંગ્યા છે.
પિટિશનમાં ૧,૫૦૦ ક્યૂસેક પાણી છોડવા માગ
ભરૂચમાં નર્મદા નદી મૃતપાય બની છે ગોલ્ડન બ્રિજ નજીક તો જાણે સફેદ રણનો આભાસ થઈ રહ્યો છે. જળચરોને પણ નુકશાન પહોંચવા સાથે ભૂર્ગભ જળ પણ પીવાલાયક રહ્યા નથી ત્યારે ડેમમાંથી નિયત કરાયેલ ૬૦૦ કયુસેક કરતા ૧૫૦૦ કયુસેક પાણી છોડવામાં આવે અને નર્મદા નદીને જીવંત રખાય તેવી માંગ સુપ્રિમમા કરાયેલી પીટીશનમાં કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નર્મદાની દુર્દશાથી સુપ્રીમ કોર્ટ ખફા કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/narmada-sidhu-sup-2/
via Best Gujarati News
0 Comments