માણાવદરના લીંબુડા ગામે રેહતી 17 વર્ષની એક સગીરાએ 181 માં ફોન કરીને જણાવ્યું કે સાહેબ જલ્દી આવો, મારી ઉમર ઓછી છે છતાં મારા માતા-પિતા લગ્ન કરાવે છે, જેથી તુરંત ટીમ ઘરે પહોચીને સગીરાની મદદ કરી હતી. બાદમાં તેણીને માતા-પિતા સાથે રહેવાની નાં પાડતા સગીરાને જૂનાગઢ શિશુ મંગલ ખાતે મોકલાઈ હતી.

માણાવદરના લીંબુડા ગામે રહેતી 17 વર્ષની એક સગીરાના તેના માતા-પિતા આગામી તા.૧૯ ના રોજ તેના ઘરે જ લગ્ન નીર્ધારેલ હતા. સગીરાને હજુ 18 વર્ષ પુરા થવામાં બે મહિનાઓ સમય બાકી હતા. લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઈ હતી. જેથી સગીરાએ પોતે 181 સેવામાં ફેન કરીને ફ્રજ ઉપરના કર્મચારીને સઘળી હકીકત વર્ણવી હતી. તુરંત 181 ની ટીમ તેના ઘરે આવી પહોચી હતી, 181 ના મહિલા કાઉન્સીલર મીરાબેન માવદીયા અને પાયલોટએ અને તેણીના ડોક્યુમેન્ટ તપાસતા વાત સાચી નીકળી હતી.

જે અંગે તેમના માતા-પિતાને પૂછવામાં આવતા તેણે પણ કબુલ કર્યું હતું કે, તેમની દીકરીની ઉમર ઓછી છે ,છતાં લગ્ન નીર્ધારેલહતા. જેથી સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. જ્યાં પોલીસે તેણીના માતા-પિતાનું નિવેદન નોધ્યું હતું. બાદમાં સગીરાએ તેમના ઘરે જવાની ના પાડી દીધી હતી. તેણીએ જણાવ્યું કે મને બહુ જ માનસિક ટોર્ચર કરવામાં આવે છે. જેથી તેણીને હાલ જૂનાગઢ શિશુમંગલ ખાતે મોકલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાહેબ જલ્દી આવો, મારી ઉંમર ઓછી છે છતાં મારા પિતા મારી સાથે બળજબરીથી… appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/a-17-year-old-minor-girl-called-181-and-sought-help/
via Best Gujarati News

0 Comments