માળીયામાં આઠ દિવસે મળતા અશુદ્ધ પાણીથી અગરિયાઓની દર્દનાક સ્થિતિ
। મોરબી ।
સમગ્ર રાજ્યમાં જાણે સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ સતત આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. અને તાપમાન ૪૨ ડિગ્રીને આંબી ગયુ છે. ગરમીએ જે હાહાકાર મચાવ્યો છે તેમાં હજુ વધુ દયનિય હાલત મોરબી જીલ્લાના માળીયાના મીઠાના અગરમાં કામ કરતા અગરિયાની થઈ ગઈ છે. એક તો આવા આકરા તાપમાં ખુલ્લા આકાશ નીચે કાળી મજુરી કરી રહ્યા છે. ત્યારે પીવાના પાણીની તરસ બુઝાવવા માટે આઠ દસ દિવસે પાણી મળે છે. એ પાણી પણ પીવાલાયક હોતુ નથી. મોરબી જીલ્લાના માળીયા તાલુકાના હરિપર ગામે આવેલા દરીયાઈ પટ્ટીના અગરીયા વિસ્તારમાં પેટનો ખાડો પુરવા અગરિયાઓ ઉઘાડા પગે તાપથી તપતા મીઠા પર ચાલીને કાળી મજુરી કરે છે. અગરીયાની કમનસીબી છે કે, પીવાનું શુદ્ધ પાણી મળતુ નથી. જે પાણી આવે તે પીવાલાયક હોતુ નથી. વગર પાણીએ કામ કરતા અગરીયાઓની કફોડી હાલત થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post માળીયામાં આઠ દિવસે મળતા અશુદ્ધ પાણીથી અગરિયાઓની દર્દનાક સ્થિતિ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/in-mali-eight-day-meets-a/
via Best Gujarati News
0 Comments